જોરદાર ઠંડી પર આસ્થા ભારે: 7 ડિગ્રીની ઠંડી વચ્ચે 5 લાખ લોકોએ ગંગામાં લગાવી ડૂબકી

PC: jagran.com

જ્યારે વાત આસ્થાની આવે છે તો કડકડતી ઠંડી પણ શ્રદ્ધાળુઓને ડગાવી શકતી નથી. તેનો નજારો 6 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ સંગમમાં જોવા મળ્યો. અહીં શુક્રવારે કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે 5 લાખ કરતા વધુ લોકોએ ગંગામાં સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવી. પ્રયાગરાજમાં 6 જાન્યુઆરીના રોજ કડકડતી ઠંડીમાં પણ 5 લાખ કરતા વધુ લોકોએ સ્નાન કર્યું. શુક્રવારે માઘ મેળાનું આયોજન થયું હતું. 6 જાન્યુઆરીના રોજ 5.10 લાખ લોકોએ ગંગા-યમુનાના પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી. તમને જણાવી દઈએ કે પ્રયાગરાજમાં મિનિમમ તાપમાન 7 ડિગ્રી હતું.

સવારે 4 વાગ્યાથી જ લોકોએ સંગમમાં સ્થાન કરવાની શરૂઆત કરી દીધી હતી અને સાંજે 5 વાગ્યા સુધી લગભગ 5.10 લાખ લોકોએ ગંગા-યમુનાના પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી. માઘ મેળા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓના સગમ સ્થાન માટે આ વર્ષે 14 ઘાટ બનાવવામાં આવ્યા, જેની કુલ લંબાઇ 6,000 ફૂટ કરતા વધુ છે. ભીડ સંચાલન માટે ICCCમાં લાગેલા સ્ક્રીનથી આખા મેળાના વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. બધા નાવિકોને જીવનરક્ષક જેકેટ પણ આપવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે, મેળાના વિસ્તારમાં સુગમ આવાગમન માટે ગંગા નદી પર 5 પંટૂન પુલ બનાવવામાં આવ્યા છે અને પ્રથમ સ્થાન પૂર્વે અડધી રાતથી જ મેળાના વિસ્તારમાં વાહનોના પ્રવેશ રોકી દેવામાં આવ્યો. તેમણે પોષ પૂર્ણિમા સાથે અહીં મહિના સુધી ચાલનારા કલ્પવાસ શરૂ થઇ ગયો છે. અધિકારીઓએ કહ્યું કે, શ્રદ્ધાળુઓને ઠંડીના પ્રકોપથી બચાવવા માટે આખા મેળા વિસ્તાર સિવાય અલગ-અલગ સ્થળો પર બોન ફાયરની વ્યવસ્થા કરવામાં આવી અને પૂરી સ્નાન અવધિમાં કોઇ પ્રકારની અપ્રિય ઘટના ન થઇ.

માઘ મેળાનું આગામી સ્નાન 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના દિવસે થશે. ત્યારબાદ 21 જાન્યુઆરીની મૌની અમાસ, 26 જાન્યુઆરીના રોજ વસંત પંચમી, 5 ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમા અન 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ સાથે માઘ મેળો સંપન્ન થશે. આ મેળો આ વખત દારાગંજ ઘાટથી નૈની અરેલ ઘાટ સુધી ઝૂંસીમાં સદાફલ આશ્રમ સુધી 8 કિલોમીટરના દાયરામાં વસાવવામાં આવ્યો છે.

માત્ર કપડાં અને કાગળના કવર પ્રયોગ કરવાની મંજૂરી છે. શહેરમાંથી ઝૂંસી સાઇડ જવા માટે ગંગા પર 5 પીપે પંટૂન (પાટૂન) બનાવવામાં આવ્યા છે. માઘ મેળામાં લોકોની સુવિધા માટે 6 હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. મેળા ક્ષેત્રમાં 150 CCTV કેમેરાથી 24 કલાક દેખરેખમાં રહેશે. મેળામાં 4 ડ્રોન કેમેરાથી 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp