કરૌલી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહેલા 17 શ્રદ્ધાળુ ચંબલ નદીમાં તણાયા

PC: twitter.com

મધ્ય પ્રદેશના મૂરેના જિલ્લામાં ચંબલ નદી પાર કરતી વખત 17 શ્રદ્ધાળુ નદીમાં તણાઇ ગયા. જો કે, તેમાંથી 8 લોકો તો તરીને રાજસ્થાન તરફ બહાર નીકળી ગયા, જ્યારે 7 લોકો પાણીમાં ડૂબી ગયા. ઘટના બાદ મરજીવાઓએ 3 લોકોના શબને પાણીમાંથી બહાર કાઢી લીધા છે. તો હજુ પણ 4 લોકોના શબ મળ્યા નથી. ઘટના ટેન્ટરા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં સ્થિત રાયડી રાધેન ઘાટની છે. ચંબલ નદીમાં ડૂબનારા બધા શ્રદ્ધાળુ શિવપુરી જિલ્લાના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ્સ મુજબ, શિવપુરી જિલ્લાના સિલાયચૌન ગામના રહેવાસી કુશવાહ સમાજના 17 લોકો પગપાળા કરૌલી માતાના મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. શ્રદ્ધાળુઓમાં પુરુષો સાથે મહિલાઓ પણ સામેલ હતી. આજે સવારે શ્રદ્ધાળુ મૂરેના જિલ્લાના ટેન્ટરા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં સ્થિત રાયડી-રાધેન ઘાટ પર ચંબલ નદી પાર કરી રહ્યા હતા. આ દરમિયાન પાણીના તેજ વહેણમાં બધા લોકો તણાવા લાગ્યા. તેમાંથી 10 લોકો તો તરીને બંને ઘાંટો પર પહોંચી ગયા, જ્યારે 7 લોકો પાણીમાં ડૂબી ગયા.

સ્થાનિક લોકોએ તાત્કાલિક તેની જાણકારી પોલીસને આપી. જાણકારી મળતા જ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ મરજીવાઓની ટીમ બોલાવીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. લગભગ 2 કલાકની જહેમત બાદ મરજીવાઓએ એક મહિલા સહિત 3 લોકોના શબ પાણીથી બહાર કાઢી લીધા છે. નદીમાં ડૂબનારાઓમાં મહિલા-પુરુષ શ્રદ્ધાળુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાણકારી મળતા જ પોલીસ પ્રશાસનના મોટા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.

ઘટનાની જાણકારી મળતા જ કરૌલી જિલ્લા કલેક્ટર અંકિત કુમાર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. લોકોનું કહેવું છે કે, ડાંગ વિસ્તાર દૂરનો વિસ્તાર છે, આ કારણે મુસાફરોને સમય પર બચાવવામાં પરેશાની થઈ છે. ચંબલ નદીમાં ડૂબી ગયેલા મુસાફરોને લઈને સ્થાનિક સપોટરા ધારાસભ્ય અને ગ્રામીણ વિકાસ પંચાયત રાજ મંત્રી રમેશ મીણાએ અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. પ્રત્યક્ષદર્શી દીપકે કહ્યું કે, અમે બધા 17 લોકો પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં નદીમાં વહી ગયા. 7 લોકો અત્યારે પણ ગાયબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp