આ શહેરમાં સાંજે થાય છે સૌથી વધુ મહિલાઓની છેડતી

PC: dnaindia.com

મહિલાઓ સાથે છેડછાડના કિસ્સાઓ લગભગ દેશના દરેક ખૂણામાં બની રહ્યા છે. ક્યાંક ઓછા છે તો ક્યાંક વધારે. પણ ઈન્દોરમાં મહિલાઓ સાથે થઈ રહેલી છેડછાડને લઈને એક નવી ઘટના સામે આવી છે. એક એપ્લિકેશન દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ઈન્દોરમાં સાંજે 7 થી 8 વાગ્યેની વચ્ચે છેડછાડની સૌથી વધારે ઘટનાઓ બને છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે શહેરના સૌથી ભીડભાડવાળા એરિયામાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સૌથી વધારે અસુરક્ષિત છે. અહીંયાં તેમની સાથે સૌથી વધારે છેડછાડ થાય છે. અહીં આ વાત પણ સામે આવી છે કે સાંજે 7થી 8 વચ્ચેનો સમય મહિલાઓ માટે સૌથી વધારે અસુરક્ષિત છે. આ ખુલાસો ફાઈલ એન્ડ ક્રાઈમ ટ્રેકિંગ સિસ્ટમ વેબ એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યો છે. એપ પર એક મહિનાથી ટ્રાયલ ચાલી રહ્યું હતું. શનિવારે તેનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ એપની ટ્રેકિંગ સિસ્ટમ પરથી ખુલાસો થયો હતો કે વિજયનગર, તુકોગંજ જેવા વિવિધ ક્ષેત્રો પણ અસુરક્ષિત છે.

કઈ રીતે તૈયાર કરવામાં આવે છે રિપોર્ટ

પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યાની સાથે તે ઘટના વિશે પણ માહિતી આપવી પડે છે. જેમાં અપરાધ, તેની રીત, ફરિયાદી, સમય સહિત તમામ જાણકારી માટેની કોલમ આપવામાં આવે છે. જેવી પોલીસ સ્ટેશનમાં FRI સબમિટ થાય છે તેને લાઈવ કરી દેવામાં આવે છે. AIG અનુસાર, આ સાથે જ DSR, બજેટ, વોરંટ, સજા જેવી વિવિધ માહિતી ઉપલબ્ધ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp