ભારત અને જાપાન વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહકાર અને વિનિમય માટે સમજૂતી કરાર

PC: PIB

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત સરકારના અવકાશ વિભાગના રાષ્ટ્રીય પર્યાવરણીય સંશોધન પ્રયોગશાળા (NARL) અને જાપાનના ક્યોટો ખાતે આવેલી ક્યોટો યુનિવર્સિટીની સસ્ટેઇનેબલ હ્યુમનસ્ફિયર સંશોધન સંસ્થા (RISH) વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહકાર તેમજ વિનિમય માટે, 4 નવેમ્બર 2020 અને 11 નવેમ્બર 2020ના રોજ સંબંધિત સંસ્થાઓ દ્વારા સમજૂતી કરાર (MoU) પર કરવામાં આવેલા હસ્તાક્ષર અને જે-તે હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલા વિનિમય વિશે માહિતી આપવામાં આવી હતી.

આ MoUના કારણે NARL અને RISH પર્યાવરણ વિજ્ઞાન અને ટેક્નોલોજી, સહયોગપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગો/ અભિયાનો અને તેને સંબંધિત મોડેલિંગ અભ્યાસ ચાલુ રાખવા માટે સમર્થ થશે તેમજ આના માટે RISH અને NARLની સુવિધાઓનો ઉપયોગ કરી શકશે, વૈજ્ઞાનિક સામગ્રીઓ, પ્રકાશનો અને માહિતીઓનું આદાનપ્રદાન કરી શકશે, સંયુક્ત સંશોધન બેઠકો અને વર્કશોપનું આયોજન કરી શકશે, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને સંશોધકોનું આદાનપ્રદાન કરી શકશે.

આ MoUના કારણે એકબીજાની સુવિધાઓ જેમકે, જાપાનમાં શિગારાકી ખાતે આવેલું મધ્ય અને ઉપલા પર્યાવરણ (MU)નું રડાર, ઇન્ડોનેશિયામાં કોટોટાબેંગ ખાતે આવેલા વિષુવવૃત્તીય પર્યાવરણ રડાર (EAR) અને RISH ખાતે ઉપલબ્ધ સમકાલિન સાધનો અને મેસોસ્ફિઅર- સ્ટ્રેટોસ્ફિઅર- ટ્રોપોસ્ફિઅર (MST) રડાર તેમજ NARL ખાતે ઉપલબ્ધ સમકાલિન સાધનોનો પારસ્પરિક ઉપયોગ કરવાનું શક્ય બનશે.

NARL અને RISH પર્યાવરણીય વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે તેમજ વૈજ્ઞાનિકોના આદાનપ્રદાન માટે પારસ્પરિક સહયોગ આપી રહ્યાં છે. આ કરારને MoU દ્વારા 2008માં ઔપચારિક રૂપ આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત MoUને 2013માં રિન્યૂ કરવામાં આવ્યો હતો. સહયોગપૂર્ણ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે નવી માર્ગદર્શિકા અનુસાર, નવા MoU પર નવેમ્બર 2020માં બંને પક્ષોએ હસ્તાક્ષર કરીને વિનિમય કર્યો હતો.

NARLના વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય શાળામાં પર્યાવરણીય રડાર પર સંસાધન વ્યક્તિઓ તરીકે કામ કર્યું છે જેનું આયોજન RISH દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસરો અને સંશોધકોની એક ટીમે NARLની મુલાકાત લીધી હતી અને બંને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સહકારપૂર્ણ સંશોધનને વધુ મજબૂત બનાવવા માટે એક કેન્દ્રિત વર્કશોપનુ આયોજન પણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp