22 દેશોમાં રીલિઝ થશે કેજરીવાલ પર બનેલી ડૉક્યુમેન્ટ્રી

અમેરિકન મીડિયા કંપની VICE દુનિયાના 22 દેશોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર બનેલી ડૉક્યુમેન્ટ્રી રીલિઝ કરશે. આ અંગે VICE દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પર આધારિત ડૉક્યુમેન્ટ્રી લોન્ચ થશે, જેનું નામ ‘એન અનસિગ્નિફિકેન્ટ મેન’ હશે. આ નોન-ફિક્શન ફિલ્મ હશે, જેમાં કેજરીવાલના એક સામાજિક કાર્યકર્તાથી રાજનેતા બનવાની કહાનીને દર્શાવવામાં આવી છે. ફિલ્મ 22 દેશોમાં થિએટર, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ રીલિઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.