સાંસદ નવનીત રાણાએ મંદિરમાં જઈને શરૂ કર્યું હનુમાન ચાલીસાનું પઠન

PC: khabarchhe.com

સાંસદ નવનીત રાણાએ હનુમાન ચાલીસાનું પઠન દિલ્હીના મંદિરમાં શરૂ કર્યું છે. સાંસદ નવનીત રાણાએ હનુમાન ચાલીસાનું પઠન તેમના પતિ સાથે શરૂ કર્યું છે. દિલ્હીના મંદિરમાં હનુમાન ચાલીસા કરતા રાણા જોવા મળ્યા હતા. જયશ્રી રામના નારા સાંસદે લગાવ્યા હતા આજે સવારે બંને પતિ-પત્નીએ પદયાત્રા કરીને પ્રાચીન હનુમાન મંદિરમાં પહોંચી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કર્યો હતો

કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા બાદ, રાણા દંપતી સોમવારે મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેઓ લોકસભા સ્પીકરને મળ્યા હતા અને ઘટનાક્રમ વિશે વિગતવાર સમજાવ્યું હતું. ત્યારે આજે મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત મંદિરમાં હનુમાન ચાલીસાનું પાઠ કર્યું.

આ પહેલા નવનીત રાણાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાણા દંપતી કોઈના રિમોટ કંટ્રોલથી ચાલતું નથી, ભાજપનું પણ નહીં. આજે આપણે મહારાષ્ટ્રની જનતાને ઉદ્ધવ ઠાકરેથી મુક્ત કરાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવા જઈ રહ્યા છીએ. જેલમાં દરરોજ 101 વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. તેમને એવું પણ કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે કોઈ નિર્દોષ જેલમાં જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp