ક્યુરેટિવ પિટિશન કોર્ટે ફગાવી તો હવે ફાંસીથી બચવા જાણો બળાત્કારી ક્યા પહોંચ્યો

PC: dnaindia.com

નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી મુકેશ સિંહે હવે ડેથ વોરંટની સામે કોર્ટ પહોંચ્યો છે. મુકેશના વકીલે મંગળવારે દિલ્હી હાઈકેર્ટમાં ડેથ વોરંટ સામે અરજી દાખલ કરાવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, દોષીને દયા અરજી દાખલ કરવાનો અધિકાર છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું કે, જ્યા દયા અરજી ફગાવી દેવામાં આવે તો કાયદો દોષીને સુપ્રીમ કોર્ટ જવાની પરવાનગી આપે છે. આજે કોર્ટ મુકેશની અરજી પર સુનાવણી કરશે. જણાવી દઈએ કે, આ મામલે ચારેય દોષિતોને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ચારેયને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે.

આ પહેલા મુકેશ સિંહે મંગળવારે જ રાષ્ટ્રપતિ સામે દયા અરજી દાખલ કરી હતી. આજે પણ તેને સુપ્રીમ કોર્ટ ઝટકો આપી શકે છે. સર્વોચ્ચ અદાલતે સજા ઓછી કરવાની અરજી ફગાવી દીધી છે. નિર્ણય દરમિયાન જજો એ કહ્યું હતું કે, ક્યૂરેટિવ અરજીમાં કોઈ આધાર નથી.

રાષ્ટ્રપતિ પાસે સજા માફ કરવાનો અધિકારઃ

બંધારણની ધારા 72 અનુસાર, રાષ્ટ્રપતિને એ અધિકાર છે કે તે સજા માફ કરી શકે છે. તેના માટે તેમણે કોઈ કારણ આપવાની જરૂરત પડતી નથી. આ રાષ્ટ્રપતિના વિવેક પર આધાર રાખે છે.

મામલો શું છેઃ

16 ડિસેમ્બર 2012માં 23 વર્ષીય યુવતિની સાથે બસમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જેને કારણે બાદમાં તે યુવતિનું મોત થઈ ગયું હતું. આ મમલામાં 6 ઓરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપી સગીર હતો. જેને જુવેનાઈલ જસ્ટિસ કોર્ટની સામે રજૂ કરવામાં આવ્યો હતો. તો અન્ય એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp