આ ફ્રોડ વ્યક્તિ વગર પેમેન્ટે ભારત ફરતો, ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

PC: google.co.in

કંઈ પણ ખરીદવા માટે તેમજ ક્યાંય પણ ફરવા જવા માટે પૈસા ચુકવવા પડે છે. પરંતુ 25 વર્ષીય નિખિલે પોતાની અનોખી રીતથી આખો દેશ ફરી લીધો અને તે પણ એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના. તેની આ છેતરપીંડિ ત્યારે સામે આવી, જ્યારે મુંબઇ ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ દ્વારા તેની ગોલ્ડ છેતરપીંડિના કેસમાં ધરકડ થઇ અને તેણે એક ઝવેરીને 5 લાખ રૂપિયાથી વધારેનો ચુનો ચોપડ્યો હતો. નિખિલ એક કોર્પોરેટરનો દીકરો છે, પરંતુ તે ઘરે ખુબ ઓછો રહેતો હતો. મોંઘી વસ્તુઓ ખરીદતો હતો અને દુકાનદારને કહેતો હતો કે મને તમારો અકાઉન્ટ નંબર જણાવો હું તમને NEFT દ્વારા પેમેન્ટ કરી દઉં છું. દુકાનદાર તેનો અકાઉન્ટ નંબર આપી દેતો હતો, પરંતુ નિખિલનું બેન્ક બેલેન્સ બે-ત્રણ હજાર રૂપિયાથી વધારે રહેતું નહોતું. એટલે દુકાનદારને એપમાં લખેલી રકમ ક્યારેય ટ્રાન્સફર નહોતી થતી. હાં, પણ તેની એપમાં મોટા અક્ષરે Success લખેલું આવી જતું હતું. તેની નીચે નાના અક્ષરમાં લખેલું રહેતું હતું your transfer has been successfully scheduled.

પછી નિખિલ દુકાનદારને એ લખાણ બતાવી દેતો હતો. જ્યારે દુકાનદાર તેના મોબાઇલમાં ચેક કરે અને બેન્કનો કોઇ મેસેજ ન દેખાતા તે અંગે નિખિલને પૂછે તો તે મોબાઇલમાં નેટવર્ક પ્રોબ્લેમ હશે ચિંતા ન કરો. અહીં success બતાવી રહ્યું છે એટલે રકમ તમારા અકાઉન્ટમાં પહોંચી ગઇ છે. ત્યારબાદ તે દુકાનમાંથી ચાલ્યો જતો હતો. પછી લાલ પીળી ટેક્સી અથવા રિક્ષા કરીને થોડાં કિમી દૂર જતો રહેતો હતો. ત્યારબાદ તે લાંબા રૂટ માટે કોઇ ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સીના માલિકને પણ મોબાઇલ એપ દ્વારા રકમ ટ્રાન્સફર કરવાનો દાવો કરતો હતો. આ રીતે કોઇપણ પેમેન્ટ કર્યા વિના નિખિલ મોઘી હોટેલમાં રૂમ બુક કરાવતો હતો. તે એ હોટેલમાં કેટલાય દિવસો સુધી રહેવા-ખાવા-પીવા માટે પણ નકલી પેમેન્ટ કરી દેતો હતો. જ્યાં સુધી હોટેલ મેનેજમેન્ટને ખબર પડે કે હોટેલના અકાઉન્ટમાં રકમ જમા નથી થઇ, ત્યાં સુધીમાં એ ત્યાંથી રફુચક્કર થઈ જતો હતો.

આ રીતે તેણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ ભ્રમણ કર્યુ હતું. રસ્તામાં દરેક જગ્યાએ તે આ રીતે જ છેતરપીંડિ કરીને ભાગી જતો હતો. ઇન્સપેક્ટર લક્ષ્મીકાંત સાળુંકે, સુનિલ માને, અમિત ભોંસલે અને ધીરજ કોલીનીમાં કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે, તે ક્યારેય પ્લેન કે ટ્રેનથી નહોતો જતો. કારણ કે, ત્યાં પકડાઇ જવાનો ડર રહેતો હતો પરંતુ, તેણે મોબાઇલ બેંન્કિંગથી છેતરામણી કરી હતી એટલે તપાસ અધિકારીઓને તેનું લોકેશન મળી ગયું હતું અને અંતે તેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇબ બ્રાંચ બાદ હવે મુંબઇમાં એક ડઝનથી વધારે પોલીસ સ્ટેશનો તેની કસ્ટડી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp