26th January selfie contest

મુંબઈ તમારા માટે માત્ર જમીન છે, પરંતુ અમારા માટે માતૃભૂમિ છેઃ ઉદ્ધવ ઠાકરે

PC: twitter.com

મહારાષ્ટ્રમાં સત્તા છીનવાઈ ગયા પછી શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ફરીથી એક વખત ફૂલફોર્મમાં જોવા મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ ગોરેગાંવમાં બુધવારે પાર્ટી કાર્યકર્તાઓની રેલીને સંબોધિત કરતા વિરોધીઓ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મુંબઈ તમારી નજરોમાં વેચવા માટે માત્ર એક જમીન છે પરંતુ આ મારા માટે માતૃભૂમિ છે. જે અમારી માતા પર નજર નાખશે તેને રાજનીતિમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે, અમિત શાહે કહ્યું હતું કે શિવસેનાને જમીન દેખાડશું. તમે જમીન દેખાડશો તો અમે આકાશ દેખાડશું. તેમણે અમિત શાહને ચેતવણી આપતા કહ્યું છે કે જો તમારામાં હિંમત હોય તો એક મહિનામાં BMCની ચૂંટણી કરાવો અને ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી કરાવો. અમે તમને જમીન દેખાડીશું. તેમણે કહ્યું હતું કે પહેલા પણ ઘણા નિઝામ અને શાહે મુંબઈ પર કબ્જો કરવાની કોશિશ કરી પરંતુ તેમના નાપાક પ્રયાસમાં અસફળ રહ્યા હતા.

તેમણે રેલીમાં એકઠી થયેલી ભીડને જોઈને કહ્યું આજની ભીડ એટલી છે તો દશેરાની રેલીમાં શું થશે. તેમણે કહ્યું હતું કે આટલી ભીડ છે આથી શિવસેના જે કહે છે તે કરીને બતાવે છે અને તમારે ઘરે-ઘરે જઈને બતાવવું પડશે કે તેમણે શું કર્યું છે. આ વખતની દશેરાની રેલી શિવતીર્થમાં જ થશે. પૂર્વ સીએમએ સંજય રાઉતને લઈને કહ્યું કે તે મંચ પર નથી છતાં તેમની ખુરશી ખાલી રાખવામાં આવી છે. હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે તે કોઈ સેનામાં સામેલ નથી થયા. તે એ લોકોમાંથી છે, જે તૂટી જશે પરંતુ ઝૂકશે નહીં.

ઉદ્ધવ ઠાકરેએ સીએમ એકનાથ શિંદે પર તંજ કસતા કહ્યું હતું કે, આજકલ એક ગેંગ ફરી રહી છે, જે પિતાની ચોરી કરે છે. પહેલા મેં બાળકોની ચોરી કરતી ગેંગને જોઈ છે પરંતુ આ નવી ગેંગ છે. તેમણે કહ્યું કે આ દેશદ્રોહી ઢોકળા ખાવા માટે સુરત ગયો હતો કારણ કે તે અમારા મિર્ચી ઠેચાને પચાવી શક્યો ન હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જનસંઘ પહેલા સંગઠન છે, જેણે સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલનમાં દરાર પેદા કરી છે. આ એ કબીલામાંથી આવે છે, જે તૂટે જ છે. તેમણે કહ્યું કે BMCમાં દરેક પદ પર તેમની બરાબરની ભાગીદારી હતી. મારા શિવ સૈનિકોએ ઘણી મહેનત કરી અને તેમની પાસે મોટા પદ હતા.

પૂર્વ સીએમએ બીજેપી પર હુમલો કરતા કહ્યું હતું કે, હવે ભાગલા પાડોની રાજનીતિ નહીં ચાલે. હિંદુ, ગૈર હિંદુ, મરાઠી, ગૈર મરાઠી, ગુજરાતી અને ઉત્તર ભારતીય બધા મારી સાથે છે કારણ કે મારા સૈનિકોએ તે બધાની મદદ કરી છે. શાહનીતિ હવે અમને તોડી શકશે નહીં. ચિત્તા લાવ્યા પરંતુ સાથે તેમની મોટા પાયે માર્કેટિંગ પણ કરવામાં આવ્યું. બીજેપી વેદાંતા પરિયોજના મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લઈ ગઈ. મને આજે ખબર પડી કે આ પરિયોજના માટે કેન્દ્ર વધારે સબસીડી આપશે. તેનાથી ખબર પડે છે કે તેમણે પહેલા જ પરિયોજનાને અમારા રાજ્યમાંથી હટાવવાનો નિર્ણય કરી લીધો હતો. જરૂર પડી તો ફરીથી વેદાંતા પરિયોજનાને મહારાષ્ટ્રમાં લાવવાના મુદ્દા પર કામ કરશું. પૂર્વ સીએમએ વિરોધીઓ પર હુમલો કરતા ક્હ્યું હતું કે, શું તમારી પાસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટેનો ચહેરો પણ છે. આ એક ખોખા સરકાર છે. તે જ્યારે તમને ખોખા આપીને જ સરકાર બનાવે છે તો પછી તમે ચૂંટણી જ શા માટે લડો છો. રાજ ઠાકરેનું નામ લીધા વગર પણ તેમની પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે તે તમારી તાકાત જાણી ગયા છે. આથી તે મુન્નાભાઈને પણ પોતાની સાથે લઈ ગયા છે.

ઉદ્ધવ ઠાકરેએ વધુ વાત કરતા કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે પીએમ BMC ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમારા વિરોધી અને મુન્નાભાઈ(રાજ ઠાકરે) પણ હાજર રહેશે. હું રાહ જોઈ રહ્યો છું કે બધા આવે અને અમારી પર હુમલો કરે. હું અમિત શાહને ચેલેન્જ કરું છું કે તેઓ આવે અને અમારી સાથે લડે. અમે પણ દેખાડશું કે યુદ્ધ શું હોય છે. થોડા દિવસો પહેલા ડેપ્યૂટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શિવસેના માટે કહ્યું હતું કે BMC ચૂંટણી લડી લો કારણ કે આ તેમની આખરી ચૂંટણી હશે. આ અંગે ઉદ્ધવે જવાબ આપતા કહ્યું કે, હું દાવો કરું છું કે આ તમારી અંતિમ ચૂંટણી હશે. હું મારા તમામ કાર્યકરોને અપીલ કરું છું કે તમે આ ચૂંટણીને એવી રીતે લડશો કે જાણે તે તમારી પહેલી ચૂંટણી હોય. એક વખત આશા ભોંસલેએ કહ્યું હતું કે તેઓ દરેક ગીત એવી રીતે ગાય છે જાણે આ તેમનું પહેલું ગીત હોય.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp