મુંબઈમાં દિવ્યાંગોને નોકરી આપવાનું કહી ભીખ મગાવતી સંસ્થાનો થયો પર્દાફાશ

PC: youtube.com

મુંબઈમાં ચાઈલ્ડ હેલ્પના નામે બાળકો પાસે ભીખ મંગાવતી સંસ્થાનો પર્દાફાશ થયો. આ સંસ્થા દિવ્યાંગ બાળકોને નોકરી આપવાના બહાને ભીખ મંગાવતી હતી. સમગ્ર ઘટના મામલે વાત કરવામાં આવે તો મુંબઈના નાલા સોપારામાં આવેલી 'ચાઈલ્ડ હેલ્પ ફાઉન્ડેશન' નામની સંસ્થા બાળકોને ડોનેશન માગવાના બાળકોને ભીખ માગવા માટે મજબૂર કરતી હતી. સંસ્થાના મેનેજર દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોને રોજના બે હજાર રૂપિયાની ભીખ માગીને લાવવા માટે મજબૂર કરતો હતો. જો દિવ્યાંગ બાળકોને ભીખ ઓછી મળે તો બાળકોને ઢોર માર મારવામાં આવતો હતો. સંસ્થાનો મેનેજર દિવ્યાંગ બાળકોને પટ્ટા અને હોકી સ્ટીકથી માર મારતો હતો.

ભોગ બનનાર બાળકીએ જણાવ્યું હતું કે, મેનેજર મને કહેતો કે કપડા કાઢ નહીતર મારીશ. મેં કહ્યું હું છોકરી છું કેમ કપડા ઉતારું? મારી આ વાત સાંભળીને મને હોકી સ્ટીકથી માર માર્યો અને તેનો વીડિયો યુટ્યૂબ પટ અપલોડ કરીને બદનામ કરી દેવાનું કહેતો હતો, સાથે ઇલેક્ટ્રિક શોક આપવાની ધમકી આપતો હતો. બાળકીએ પોલીસને આપેલા નિવેદન અનુસાર બાળકી ગરીબ પરિવારની છે. જેના કારણે 'ચાઈલ્ડ હેલ્પ ફાઉન્ડેશન' નામની સંસ્થાનો મેનેજર બાળકીને કામ આપવાના બહાને સંસ્થામાં લઈ ગયો હતો પરંતુ સંસ્થામાં નોકરી આપવાના બહાને ભીખ મંગાવતો હતો. બાળકીને ભીખ માગતી જોઈને સામાજિક સંસ્થાના લોકોને બાળકી પર શક થયો જેના કારણે તેઓએ બાળકીને વિશ્વાસમાં લઈ બાળકી પાસેથી સંપૂર્ણ વિગતો જાણી લીધી અને 'ચાઈલ્ડ હેલ્પ ફાઉન્ડેશન' નામની સંસ્થાની આડમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો હતો.

આ મામલે સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સંસ્થાના લોકો બાળકોને ફાઈલ આપીને ઘરે ઘરે જઈને ડોનેશન લેવા જવા માટે મજબૂર કરે છે. જ્યારે અમે લોકો સંસ્થાની ઓફિસે પહોંચ્યા ત્યારે સંસ્થાનની ઓફીસ પર ફાઈનાન્સ કંપનીનું બોર્ડ લગાડવામાં આવ્યું હતું. અમે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સંસ્થાના મેનેજરની ઘરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp