લાખો જળ પ્રેમીઓ 1 મેના રોજ મહારાષ્ટ્રના ગામમાં કરશે શ્રમદાન

PC: purch.com

અભિનેતા આમિર ખાનની પાની ફાઉન્ડેશનની પ્રેરણાથી આ વખતે લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રના શહેરીજનો મહારાષ્ટ્રના ગામમાં જઈને શ્રમદાન કરીને 'મહારાષ્ટ્ર દિવસ' મનાવશે. મોટા ભાગે દુકાળગ્રસ્ત મહારાષ્ટ્રમાં પાની ફાઉન્ડેશન દ્વારા એક નવી સપર્ધા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જે ગામમાં જળસંરક્ષણનો રેકોર્ડ બનાવવામાં આવશે તે ગામને આમિરખાન તરફથી વોટર કપ અને લાખો રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

આ વખતે આ સ્પર્ધા મહારાષ્ટ્રના 75 તાલુકાઓમાં ચાલી રહી છે. પાની ફાઉન્ડેશનના CEO સત્યજીત ભટકલના કહ્યા અનુસાર સતત ત્રીજા વર્ષે ચલાવવામાં આવી રહેલા આ અભિયાનમાં આ વખતે શ્રમદાન માટે શહેરના નાગરિકોને પણ જોડવામાં આવી રહ્યા છે. પાની ફાઉન્ડેશનની વેબસાઈટ પર શ્રમદાન માટે રજીસ્ટ્રેશન કરાવનારની સંખ્યા લાખ ઉપર જતી રહી છે. જો કે આ રજીસ્ટ્રેશન હજી 25મી એપ્રિલ સુધી ચાલશે. આ રજીસ્ટ્રશનમાં મુંબઈ, પૂણે, નાસિક, ઓરંગાબાદ, અને નાગપૂર જેવા મહારાષ્ટ્રના મોટા શહેરો સહિત અન્ય શહેરોના લોકોએ પણ નામ નોંધાવ્યા છે.

સૂત્રો જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષોથી ચાલી રહેલા આ અભિયાન દરમિયાન અનુભવવામાં આવ્યું છે કે શહેરી લોકો આસપાસના ગામડાઓમાં જઈને પાની માટે શ્રમદાન કરવા ઈચ્છે છે, જેને જોતા 1 મે નો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. કારણકે આ દિવસે મહારાષ્ટ્રમાં રજા હોય છે. જેથી આ દિવસે ઘરે બેસીને છૂટ્ટી મનાવવાની જગ્યાએ લોકો મહારાષ્ટ્રમાં પોતાની પસંદગીના ગામમાં જઈને શ્રમદાન કરી શકે તે હેતુને આ અભિયાન અંતર્ગત જોડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp