મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લીધા 7 ફેરા, અપનાવ્યો સનાતન ધર્મ, નામ પણ બદલ્યુ

PC: twitter.com

મંદસૌરમાં એક મુસ્લિમ યુવતી નાઝનીને પોતાના પ્રેમને પામવા માટે સનાતન ધર્મ સ્વીકાર કરીને હિંદુ રીત-રિવાજથી પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ અનોખી લવ સ્ટોરી ગુનાની રહેનારી નાઝનીન બાનો અન દીપક ગોસ્વામીની છે. એટલું જ નહીં, નાઝનીને પોતાનું નામ બદલીને નૈંની ગોસ્વામી કરી દીધું છે. મંદસૌરમાં ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવાનો આ છેલ્લા 6 મહિનામાં પાંચમો કિસ્સો છે. નાઝનીન બાનોની મુલાકાત પોતાના જ મોહલ્લામાં રહેતા દીપક ગોસ્વામી સાથે ટિકટોક એપ દ્વારા થઈ હતી. આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

પોતાના પ્રેમ માટે દીપેક 20 મેના રોજ થનારા તેના લગ્ન પણ તોડી નાખ્યા હતા. બંને ઘરેથી ભાગી ગયા હતા. અંતમાં નાઝનીને કહ્યું કે હું સનાતન ધર્મ સ્વીકાર કરવા માટે તૈયાર છું પરંતુ પોતાના પ્રેમને નહીં છોડીશ. જેના પછી બંને લગ્નના બંધનમાં એકબીજા સાથે બંધાઈ ગયા હતા. આ ઘટના પહેલા દીપકે પોતાના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેણે પરિવારને કહ્યું હતું કે તેને મુસ્લિમ ધર્મની છોકરી નાઝનીન સાથે પ્રેમ થયો છે. તે સનાતન ધર્મ અપનાવવા ઈચ્છે છે. યુવકના પિતાએ 6 મહિના પહેલા મુસ્લિમ ધર્મ છોડીને સનાતન ધર્મ સ્વીકાર કરી ચૂકેલા ચેતન સિંહ રાજપુતનો સંપર્ક કર્યો હતો. જેના પછી ગુરુવારની રાતે વિધિ વિધાન સાથે ગાયત્રી મંદિરમાં નાઝનીને સનાતન ધર્મનો સ્વીકાર કર્યો હતો. પોતાનું નામ તેણે નાઝનીનમાંથી બદલીને નેન્સી ગોસ્વામી કરી લીધું હતું અને દીપક સાથે સાત ફેરા ફર્યા હતા.

નેન્સી સાથે લગ્ન કરનારા દીપકની ઉંમર 22 વર્ષ છે અને તે હજુ પહેલા વર્ષનો કોમર્સનો વિદ્યાર્થી છે, જ્યારે નેન્સી 19 વર્ષની છે અને 9મી સુધી ભણી છે. મંદસોર જિલ્લામાં ધર્મ પરિવર્તન કરી સનાતન ધર્મ અપનાવીને લગ્ન કરવાનો આ છેલ્લા છ મહિનામાં પાંચમો કિસ્સો છે. નેન્સી ગોસ્વામી અને દીપક ગોસ્વામીના લગ્નમાં સંત પણ પહોંચ્યા અને સમાજસેવીઓએ પણ પહોંચીને તેમને પોતાના આશીર્વાદ આપ્યા હતા. 

દીપક અને નેન્સી બંને ગુન જિલ્લાના રહેનારા છે. ટિકટોક પર જ્યારે તેમને પ્રેમ થયો,તે સમયે દીપકના 20 મેના લગ્ન બીજી છોકરી સાથે થવાના હતા. તે સમયે નાઝનીને દીપકને ભાગી જવા માટે અને પોતે સનાતન ધર્મ સ્વીકારશે તેવી વાત કરી હતી. સનાતન ધર્મ સ્વીકાર્યા પછી નેન્સી અને દીપકના લગ્ન કરાવનાર સૂત્રધાર ચેતન સિંહ રાજપૂત પણ ક્યારેક મોહમ્મદ ઝફર શેખ હતા. તેમનું કહેવું છે કે દીપકના પિતાનો મારી પર ફોન આવ્યો હતો. જેના પછી મેં આ લગ્ન કરાવ્યા છે. હાલ સુધીમાં 24 લોકોનું ધર્મ પરિવર્તન કરી સનાતન ધર્મમાં લાવી ચૂક્યો છું. આ લગ્નમાં આશીર્વાદ આપવા પહોંચેલા શ્રી મણિ મહેશજીએ કહ્યું છે કે આ ધર્મ પરિવર્તન નથી પરંતુ આ ઘર વાપસી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp