માનવતાની મહેક: રોઝાદારે રોઝો તોડીને હિન્દુ યુવકની જાન બચાવવા રક્તદાન કર્યું

PC: hindi.news18.com

પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને સાત રોઝા પણ પસાર થઇ ચૂક્યા છે. રમઝાન મહિનામાં દાન કરવાનું મહત્ત્વ હોય છે. કોઇ પૈસાનું દાન કરે છે તો કોઇ કપડા અને ખાવાનું દાન કરે છે પરંતુ અસમના પાનુલ્લાહ અહમદે રોઝા દરમિયાન એવું કામ કર્યું કે હવે દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરતા ગર્વ અનુભવી લે છે. પાનુલ્લાહે એક અજાણ હિન્દુ યુવકની જાન બચાવવાં માટે પહેલા તો પોતાનો રોઝો તોડી નાખ્યો હતો અને પછી રક્તદાન કરીને માનવતાની મિસાલ રજૂ કરી હતી. આ યુવાને સાબિત કર્યું કે માનવતા સૌથી ઉપર હોય છે.

અસમના મંગલદોઇમાં પાનુલાહ અહમદના અને તેનો હિન્દુ મિત્ર તાપશ ભગવતી ફેસબુક પેજ 'ટીમ હ્યુમનિટી - બ્લડ ડોનર્સ એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ ઇન ઇન્ડિયા' ચલાવે છે. બન્ને પાસે ગુવાહાટીનાં એક ખાનગી હોસ્પિટલમાં ટ્યૂમરનું ઓપરેશન કરનારા દર્દીની મદદ માટે ફોન કોલ આવે છે. તેમને કહેવામાં આવ્યું કે અસમની ધીમાજીના રંજન ગોગોઈને બ્લડની જરૂર છે. ત્યારબાદ પાનુલ્લાહ અહમદે ખાઇને પહેલા તો પોતાનો રોઝો તોડી દે છે અને પછી રકતદાન કરવા હોસ્પિટલ પહોંચીને રંજન ગોગોઇની જાન બચાવી લે છે.

8 મી મે પાનુલ્લાહ અને તાપશને ખબર છે કે રંજનને બી+ ગ્રુપની બ્લડની જરૂરિયાત છે, તેથી તેઓ ઘણા રક્તદાતાઓનો સંપર્ક કરે છે પરંતુ કોઈ ઉપલબ્ધ નથી થતું. તેના પછી તેમણે પોતે રક્તદાન કરવાનું નક્કી કરે લે છે. અહમદ અને તાપશ ગુવાહાટી માં એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. બંને મિત્રો રેગ્યુલર બ્લડ ડોનર્સ છે.

પાનુલ્લાહે  કહ્યું કે પહેલા તેઓ ઘણા વડીલો અને ઇસ્લામના જાણકારો પાસેથી રોઝા રાખીને લોહીદાન કરવા માટે પરવાનગી બાબતે પૂછ્યું હતું. તેના પર તેમણે કહ્યું કે તે રક્તદાન તો કરી શકે છે, પરંતુ આથી તે પોતે બીમાર પડી શકે છે. ત્યારબાદ પાનુલ્લાહ રક્તદાન કરવાનું નક્કી કર્યું. ટીમ હ્યુમેનિટીએ પણ માનવતાનો કિસ્સો  શેર કર્યો છે. પોસ્ટમાં બન્ને મિત્રોના ફોટા પણ શેર કર્યા છે. તેમાં લખ્યું છે કે બે મિત્રોએ સ્મિત આપતાં એક અજાણ હિન્દુ ભાઈનું જીવન બચાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp