'મારા પિતા MLA છે, એમ કેમ ચલણ કાપી શકો', અમાનતુલ્લાહનો પુત્ર પછી બાઇક છોડી...

દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના પુત્રની બુલેટ બાઇક જપ્ત કરી છે. હકીકતમાં, પોલીસે AAP ધારાસભ્યના પુત્રને રોન્ગ સાઈડ બાઇક ચલાવવા બદલ અટકાવ્યો હતો. જ્યારે તેની પાસે લાઇસન્સ અને RC માંગવામાં આવ્યું ત્યારે તે બંને વસ્તુ બતાવી શક્યો નહીં. એવો આરોપ છે કે, તેણે પોલીસકર્મીઓને કહ્યું કે, મારા પિતા ધારાસભ્ય છે, તમે આ રીતે ચલણ કેવી રીતે કાપી શકો છો.
પોલીસના જણાવ્યા અનુસાર, 'આગામી પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ને ધ્યાનમાં રાખીને, જામિયા નગરના ASI અને SHO તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જ્યારે તેઓ બાટલા હાઉસના નફીસ રોડ પર પહોંચ્યા, ત્યારે બુલેટ પર સવાર બે છોકરાઓ રોન્ગ સાઇડથી આવતા જોવા મળ્યા. બાઇકમાં એક મોડિફાઇડ સાયલેન્સર ફીટ કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ જોરથી અવાજ ઉત્પન્ન કરી રહ્યું હતું. છોકરાઓ બાઇકને બેદરકારીથી ઝિગઝેગ રીતે ચલાવી રહ્યા હતા.'
પોલીસે કહ્યું, 'અમારા સ્ટાફની મદદથી, અમે બંનેને રોક્યા અને તપાસ શરૂ કરી.' પૂછપરછ દરમિયાન, બાઇક ચલાવતા છોકરાએ પોતાને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના પુત્ર તરીકે ઓળખાવ્યો. તેણે પોલીસને કહ્યું કે, મારી બાઇક પર આમ આદમી પાર્ટીનું ચિહ્ન હોવાથી તેને રોકવામાં આવી છે. આ દરમિયાન છોકરાએ પોલીસ સાથે ગેરવર્તન પણ કર્યું.'
आप विधायक अमानतुल्ला खान के बेटे पर पुलिस ने कार्रवाई की और उनकी बाइक को सीज कर दिया है.
— Avinash Tiwari (@TaviJournalist) January 24, 2025
पुलिस का कहना है कि लाइसेंस और RC के बारे में पूछने पर कहा कि पिता MLA हैं, मुझे लाइसेंस की जरूरत नहीं है. #DelhiElection2025 #DelhiPolitics #AAP pic.twitter.com/RAM6O3nVEr
ASIએ બંને છોકરાઓને તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને RC બતાવવા કહ્યું. બાઇક ચલાવતા છોકરાએ કહ્યું કે, તેને લાયસન્સ અને RCની જરૂર નથી. કારણ કે તે સ્થાનિક ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનનો પુત્ર છે. છોકરાએ પોલીસને પૂછ્યું કે, તેનું ચલણ કેવી રીતે કાપી શકાય અને તેના ધારાસભ્ય પિતાને ફોન કરીને વાત કહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, છોકરાએ ધારાસભ્ય અમાનતુલ્લાહને ફોન કર્યો અને તેમને SHO સાથે વાત કરાવી, જેના પર ધારાસભ્ય ગુસ્સે થયા અને કહ્યું કે, મારી પણ ધરપકડ કરો. તક મળતા જ બંને છોકરાઓ તેમના નામ અને સરનામાંનો કોઈ પણ ખુલાસો કર્યા વિના પોતાની બાઇક છોડીને ત્યાંથી ભાગી ગયા. પોલીસે બાઇક જપ્ત કરીને પોલીસ સ્ટેશન લાવી અને મોડિફાઇડ સાયલેન્સર સાથે વગર હેલ્મેટે વાહન ચલાવવા, લાયસન્સ અને RC વગરનું વાહન ચલાવવા સાથે સાથે ઝિગઝેગ રીતે વાહન ચલાવવાનો કેસ નોંધ્યો છે.
બાઇકને સ્ટોરહાઉસમાં મોકલી દેવામાં આવી છે. ચકાસણી કર્યા પછી, બાઇક માલિકને કોર્ટની તારીખ વિશે જાણ કરવામાં આવશે. પોલીસે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, અમાનતુલ્લાહના પુત્ર અનસ વિરુદ્ધ પહેલા પણ FIR નોંધાઈ ચૂકી છે, ત્યારે તેણે દિલ્હી પોલીસને તેના પિતાના ધારાસભ્ય પદની ધમકી આપી હતી. ત્યારપછી નોઈડા પોલીસે અનસ વિરુદ્ધ FIR નોંધી હતી. અનસ પર નોઈડામાં પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવાનો આરોપ હતો. ત્યાર પછી, અનસ સાથે, અમાનતુલ્લાહ ખાન પર પણ પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અનસે કરેલી મારપીટના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. નોઈડા કેસમાં અનસ ઘણા દિવસો સુધી ફરાર રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp