170 કરોડના રાજકીય ફંડ મામલે કોંગ્રેસ પાર્ટીને આવકવેરા વિભાગની નોટિસ

PC: wikimedia.org

આવકવેરા વિભાગ દ્વારા દેશના મુખ્ય વિરોધી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને નોટિસ ફટકારરવામાં આવી છે. આ નોટિસ કોંગ્રેસ પાર્ટીને રાજકીય ફંડ મામલે મોકલવામાં આવી છે. 2 ડિસેમ્બરે મોકલાયેલી આ નોટિસમાં હૈદરાબાદ સ્થિત એક કંપની દ્વારા મોકલેલા નાણાંનો હિસાબ ન આપવાનું કારણ આપવામાં આવ્યું છે.

હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે સંકળાયેલા પૈસાના વ્યવહારના સંબંધમાં કોંગ્રેસ પક્ષને નોટિસ પાઠવવામાં આવી છે. કંપની દ્વારા કરવામા આવેલા દાવામાં જે પૈસાનો ફ્લોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની સાથે સંકળાયેલા દસ્તાવેજોને કોંગ્રેસ પાર્ટી રજૂ કરી શકી નથી.

અગાઉ આ મામલે 4 નવેમ્બરના રોજ નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ તરફથી કોઈ પણ આવકવેરા વિભાગ સમક્ષ હાજર થયા ન હતા. આ મામલે હજી સુધી કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આવકવેરા વિભાગે પાછલા દિવસોમાં હૈદરાબાદની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પર દરોડા પાડ્યા હતા. આમાં કંપનીના વતી હવાલા મારફત કોંગ્રેસ પાર્ટીને 170 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે આવકવેરા વિભાગે તપાસ આગળ ધપાવી હતી.

સરકારના પ્રોજેક્ટ મુજબ આ ભંડોળને બાજુ રાખવામાં આવ્યું હતું અને તેનું બોગસ બિલિંગ તૈયાર કરાયું હતું. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે કંપની દ્વારા તૈયાર કરાયેલા બોગસ બીલો સરકારી પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત હતા જે સીધો સંબંધ ઇકોનોમિક વીકર સેક્શન સાથે હતો. આ કંપની દ્વારા કેટલાક અન્ય રાજકીય પક્ષોને સમાન દાન આપવાની વાત પણ સામે આવી રહી છે. જો કે, તેમના નામની હજુ પુષ્ટિ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp