26th January selfie contest

ન સ્ટિયરિંગ પર હાથ, ન બ્રેક પર પગ..પુરપાટ દોડતી XUVમાં કપલની મસ્તીથી લોકો ગુસ્સે

PC: aajtak.in

ટેક્નોલોજીએ મનુષ્યનું કામ સરળ બનાવ્યું છે. પરંતુ જો તેનો ઉપયોગ ખોટા હેતુ માટે કરવામાં આવે તો તે મુશ્કેલી પણ સર્જી શકે છે. યૂઝર્સ વાયરલ વીડિયોને લઈને કંઈક આવી જ કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ Advanced Driver Assistance System (ADAS) મોડમાં મહિન્દ્રા XUV700 ચલાવી રહ્યો છે. તે પણ રીલ બનાવવા માટે. તેની સાથે એક મહિલા અને બાળક પણ છે. આ કૃત્ય માટે યુઝર્સ તેમની ટીકા કરી રહ્યા છે. હાલમાં રાજસ્થાનની સવાઈ માધોપુર પોલીસે પણ આ મામલાની નોંધ લીધી છે.

વાસ્તવમાં, ADASનું મૂળભૂત કાર્ય અકસ્માતોને ઘટાડવામાં ડ્રાઇવરને મદદ કરવાનું છે, પરંતુ વીડિયોમાં દેખાતો વ્યક્તિ આ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યો હોય તેવું લાગે છે. મહિન્દ્રા XUV700ને ADAS મોડમાં મૂકીને તે મહિલા સાથે મજા માણી રહ્યો છે. ક્યારેક તે ડ્રાઇવિંગ સીટ પર બેસીને તેના બંને પગ સીટ પર રાખે છે તો ક્યારેક તે બાળકને ખોળામાં ઉઠાવીને તેને રમાડવા લાગે છે. તેનું ધ્યાન રસ્તા તરફ બિલકુલ જ નથી.

પાછળની સીટ પર બેઠેલો એક વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યો છે. આ સમય દરમિયાન કાર હાઇવે પર પુરપાટ દોડી રહી છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં 'સુરીલી આંખિયો વાલે...' ગીત વાગી રહ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Mr_Â F Š Â R…. (@afsar_ghudasi44)

અહીં તમને જણાવી દઈએ કે, આ વીડિયો ગયા અઠવાડિયે અફસર ઘુડાસી (afsar_ghudasi44) નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. જે હવે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયો શેર કરતી વખતે @Xroaders_001 નામના યુઝરે લખ્યું, 'આ રીલ રેન્ડમલી જોઈ. મારા પર વિશ્વાસ કરો, તમે ઓટોમોબાઈલ એસેસરીઝને લગતી આવી વિચિત્ર અને મૂર્ખામીભરી વસ્તુ ક્યારેય જોઈ નથી. માત્ર રીલ બનાવવા માટે. કેટલા હાસ્યાસ્પદ છે કે, આપણે આવા લોકો સાથે રસ્તા શેર કરવા પડે છે. આ ગાંડપણ છે.'

તેના પર સુંદરદીપ નામના ટ્વિટર યુઝરે કહ્યું, 'ભારતમાં એડપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ સિવાય ADASના અન્ય ફીચર્સ મજાક બની ગયા છે.' સુમિત લખે છે, 'આવી રીલ્સ કોઈને મારી નાખશે.' અમિતે કહ્યું, 'ડ્રાઈવર પર કાર્યવાહી થવી જોઈએ.' અન્ય એક યુઝરે લખ્યું, 'ટેક્નોલોજીનો તદ્દન ખોટો ઉપયોગ.'

ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) ફીચર અકસ્માતોને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવ્યું હતું. આ રડાર આધારિત ટેકનોલોજી છે. પરિસ્થિતિના આધારે, આ સુવિધા કારને આપમેળે નિયંત્રિત કરે છે, જેથી અકસ્માતો ટાળી શકાય. આ ફીચર Mahindra XUV 700માં છે. જો કે, ADAS ફીચર ભારતીય રસ્તાઓ પર કેટલું સફળ થશે તે હવે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp