કોરોનાથી સાજા થયેલામાં ફેલાઈ રહ્યું છે આ ઈન્ફેક્શન, કરોડરજ્જૂને થાય છે નુકસાન

PC: indiatimes.com

કોરોનાથી પીડિત લોકોમાં હજુ સુધી બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ જેવા કેટલાક ફંગલ ઈન્ફેક્શનને કારણે ડર ફેલાયો હતો. હવે એક નવા પ્રકારનું ઈન્ફેક્શન સામે આવ્યું છે. આ દુર્લભ અને સંક્રામક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન કરોડરજ્જુના હાડકાંને પ્રભાવિત કરે છે. મહારાષ્ટ્રના પુણેમાં છેલ્લાં 3 મહિનાઓમાં તેના 4 દર્દી મળી ચુક્યા છે. કોરોનાની બીજી લહેર બાદ આ પ્રકારના મામલા પહેલીવાર સામે આવ્યા છે. 66 વર્ષના એક વ્યક્તિને કોરોના થયો હતો. તે કોવિડ-19થી સંપૂર્ણરીતે સાજા થઈ ગયા. પરંતુ તેના મહિના બાદ તેમને હળવો તાવ આવ્યો. આ સાથે જ પીઠના નીચેના ભાગમાં દુઃખાવાની ફરિયાદ ઊભી થઈ. શરૂઆતમાં પેઈન કિલર્સ લીધી. બાદમાં ડૉક્ટરની સલાહ પર નોન સ્ટીરોયડલ એન્ટી ઈન્ફ્લેમેટ્રી ડ્રગ્સના ડોઝ પણ લીધા. તેમ છતા તેમને રાહત ના મળી. ત્યારબાદ ડૉક્ટરે MRI સ્કેન કરાવવા કહ્યું.

MRIમાં જાણવા મળ્યું કે, તે વ્યક્તિમાં સ્પાયનલ ડિસ્કની પાસે ખાલી જગ્યા પર ગંભીર ઈન્ફેક્શન છે. આ ઈન્ફેક્શનને કારણે કરોડરજ્જૂના હાડકાંને ખૂબ જ નુકસાન થઈ ચુક્યુ છે. હાડકાની બાયોપ્સી અને કલ્ચર ટેસ્ટ કરાવવા પર જાણવા મળ્યું કે, આ બધુ એક ઈન્ફેક્શન એસ્પરગિલસ સ્પેસીઝ (aspergillus species)ના કારણે થયુ છે. મેડિકલ જગતમાં તેને એક ગંભીર, દુર્લભ અને આક્રામક ફંગલ ઈન્ફેક્શન માનવામાં આવે છે. તેની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે, તેને જલ્દી ઓળખવુ મુશ્કેલ છે. તેની જાણકારી મળે ત્યાં સુધીમાં દર્દીને ખૂબ જ નુકસાન થઈ ચુક્યુ હોય છે. 66 વર્ષીય આ વ્યક્તિ ઉપરાંત પુણે શહેરમાં 3 અન્ય લોકોમાં પણ આ ફંગલ ઈન્ફેક્શનની જાણકારી મળી. આ અંગે ડૉ. પરીક્ષિત પ્રયાગે જણાવ્યું કે, મેડિકલ ટર્મમાં તેને એસ્પરગિલસ ઓસ્ટેયો માઈલાઈટિસ કહેવામાં આવે છે. આ આક્રામક ફંગલ ઈન્ફેક્શનને ડાયગ્નોસ કરવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તે કરોડરજ્જૂના હાડકાંમાં હોય છે. આ પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન પહેલીવાર કોવિડના દર્દીઓમાં મળી આવ્યું છે.

ડૉ. પ્રયાગે જણાવ્યું કે, અમે ત્રણ મહિનામાં ચાર દર્દીઓમાં એસ્પરગિલસ ઓસ્ટેયો સ્પેસીઝના કારણે વર્ટેબલ ઓસ્ટિયો માયલાઈટિસ ડાયગ્નોસ કર્યું છે. આ પહેલા ક્યારેય ભારતમાં કોવિડ બાદ દર્દીઓમાં આ ફંગલ ઈન્ફેક્શનનું ડોક્યુમેન્ટેશન કરવામાં નથી આવ્યું. જે ચાર દર્દીઓમાં આ ઈન્ફેક્શન મળ્યું, તેમનામાં કોમન વાત એ હતી કે તેમને ગંભીર કોવિડ હતો. કોવિડ સાથે સંકળાયેલા નિમોનિયા અને અન્ય જટિલતાઓની સારવાર માટે સ્ટિરોઈડ આપવામાં આવી હતી. ડૉક્ટરે જણાવ્યું કે, કૉર્ટિકો સ્ટિરોઈડ્સના લાંબા સમય સુધી ઉપયોગના કારણે આ પ્રકારના સંક્રમણનું જોખમ વધી શકે છે. આ એ વાત પર પણ નિર્ભર કરે છે કે, સારવાર માટે અન્ય કઈ દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોરોનાની બીજી લહેર બાદ સાજા થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસનું ઈન્ફેક્શન ઝડપથી જોવા મળ્યું હતું. આ ફંગસનું નામ છે મ્યૂકર. તે મોટાભાગે એ દર્દીઓમાં જોવા મળ્યો જે ડાયાબિટીસના દર્દી રહ્યા છે. જોકે, મ્યૂકોમાઈકોસિસ કોઈ નવી બીમારી નથી, પરંતુ કોવિડ પેશન્ટ્સમાં તે ઝડપથી જોવા મળી. ડૉક્ટરોનું કહેવુ હતું કે, આ ફંગસ એટલા માટે વધુ ફેલાયુ કારણ કે કોવિડની સારવાર માટે આપવામાં આવી રહેલું સ્ટિરોઈડ સુગર લેવલ વધારી રહ્યું હતું. સાથે જ કેટલીક દવાઓના કારણે પેશન્ટની ઈમ્યૂનિટી પણ ઓછી થઈ ગઈ હતી. બ્લેક ફંગસના કારણે ઘણા દર્દીઓનો જીવ પણ ચાલ્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp