RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રા PM મોદીના ખાસ છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસ 10 ડિસેમ્બરે નિવૃત થઇ રહ્યા છે અને તેમના સ્થાને સંજય મલ્હોત્રાની નિમણુંક કરવામાં આવી છે. મલ્હોત્રા 11 ડિસેમ્બરથી RBIનું ગર્વનર પદ સંભાળી લેશે.RBI ગર્વનરની નિમણુંક એપોઇન્ટમેન્ટ કમિટીઓફ કમિટી કરે છે અને આ કમિટીના ચેરમેન પ્રધાનમંત્રી મોદી છે.
એવું કહેવાય છે કે PM મોદીના જે ખાસ અધિકારીઓ છે તેમાં સંજય મલ્હોત્રાનું પણ નામ છે. સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990ની બેચના IAS છે, તેમણે IIT કાનપુરથી કમ્પ્યુટર સાયન્સમાં ડીગ્રી મેળવી છે અને અમેરિકાની પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લીક પોલીસીમાં માસ્ટર ડીગ્રી મેળવી છે.
તેઓ હાલમાં ભારતના નાણા મંત્રાલયમાં રેવેન્યુ સેક્રેટરી કામ કરતા હતા અને તેમને 33 વર્ષનો અનુભવ છે. તેમણે પાવર, ફાયનાન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સહિત અનેક વિભાગોમાં કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp