બાલાસોર ટ્રેન દુર્ઘટનાનો નવો રિપોર્ટ સામે આવ્યો, કોની ભૂલ હતી તે ખબર પડી ગઇ

PC: livemint.com

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ બાદ Commissioners of Railway Safety (CRS) એ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં તે તમામ કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે અકસ્માત થયો હતો અને 293 લોકોના મોત થયા હતા. એવું કહેવામાં આવ્યું છે કે ઘણા સ્તરો પર ભૂલ થઈ હતી. લોકેશન બોક્સની અંદર વાયરને ખોટા લેબલીંગનો મામલો પણ સામે આવ્યો છે. જો ભૂલોને નજરઅંદાજ કરવામાં ન આવી હોત તો અકસ્માતને અટકાવી શકાયો હોત તેમ જણાવાયું હતું.

CRS રિપોર્ટ 28 જૂને રેલવે બોર્ડને સુપરત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ CBI તપાસનો હિસ્સો હોવાને કારણે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી.ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં સૂત્રોનો હવાલો ટાંકીને આ રિપોર્ટના કેટલાંક મુદ્દાઓ ઉજાગર કરવામાં આવ્યા છે.

લેવલ-ક્રોસિંગ લોકેશન બૉક્સની અંદર વાયરનું ખોટું લેબલિંગ હતું, જે વર્ષો સુધી શોધાયું ન હતું, જેના કારણે મેન્ટેઇનન્સ કામગીરી દરમિયાન ગરબડ ઉભી થઇ હતી.

અકસ્માત માટે સિગ્નલિંગ વિભાગ મુખ્યત્વે જવાબદાર હોવાનું જણાયું હતું. સિગ્નલિંગ કંટ્રોલ સિસ્ટમમાં ખામી શોધવામાં નિષ્ફળ રહેવા બદલ સ્ટેશન માસ્ટરનાનામનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સીનિયર રેલવે બોર્ડ અધિકારીએ જણાવ્યું હતું કે એવો પ્રોટોકોલ છે કે જ્યારે પણ કોઇ એસ્સેટનું મેઇન્ટેનન્સ કરવામાં આવે છે ત્યારે સંબંધિત એન્જિનયરીંગ સ્ટાફની સાથે ઓપરેશનલ સ્ટાફ પણ ટ્રેનોની સુરક્ષા માટે જવાબદાર હોય છે, ભલે પછી તે ટ્રેકના સંબંધિત હોય કે સિગ્નિલિંગ સંબંધિત હોય.

સાઇટ પર સિગ્નલિંગ સ્ટાફે  જણાવ્યું હતું કે દુર્ઘટનાના દિવસે લેવલ ક્રોસિંગ પર ‘ઇલેકટ્રિક લિફ્ટિંગ બેરિયર’ રિપ્લેસ કરતી વખતે ટર્મિનલ પર ખોટા લેબલિંગને કારણે ગરબડ ઉભી થઇ હતી.તેમણે કહ્યું હતું કે ટ્રેનને એક ટ્રેકથી બીજા ટ્રેક પર લઇ જનારા પોંઇન્ટ સર્કિટને પહેલાથી જ શિફ્ટ કરી દેવામાં આવ્યુ હતું.

લોકેશન બોક્સમાં જ્યાં તમામ વાયર જોડાયેલા હતા ત્યાં ખોટું લેબલીંગ હતું. જેના કારણે ખોટા ઇન્ડિકેશન થઇ રહ્યા હતા.

2015 માં, સંપૂર્ણ વાયરિંગ ડાયાગ્રામ કાગળ પર બદલવામાં આવ્યો હતો અને મંજૂર કરવામાં આવ્યો હતો. આ ટેકનિશિયનોને બતાવવા માટે કરવામાં આવ્યું હતું કે વાયરિંગ પછી જાળવણીને કેવી રીતે ફરીથી કનેક્ટ કરવું. એવું જાણવા મળ્યું છે કે લેબલિંગ માત્ર કાગળ પર બદલાયું હતું પરંતુ ફિઝીકલી કશું થયુ નહોતુ.

2018 માં, સર્કિટ જે પોઈન્ટની સ્થિતિ શોધી કાઢે છે તે લોકેશન બોક્સની અંદર ખસેડવામાં આવી હતી. તેમ છતાં આ ફેરફારને યોગ્ય રીતે લેબલ કરવામાં આવ્યું ન હતું. ન તો ડાયાગ્રામ પર, ન કેબલ ટર્મિનલ રેક પર.

જાણવા મળ્યું છે કે બાલાસોરના અન્ય લોકેશન બોક્સના ડાયાગ્રામનો ઉપયોગ બહનાગા બજારના લોકેશન બોક્સ માટે કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક ખોટું પગલું હતું જેના કારણે ખોટી વાયરિંગ થઈ હતી.

દુર્ઘટનાના લગભગ બે અઠવાડિયા પહેલા, આવી જ ઘટના ખડગપુર ડિવિઝનના બાંકરા નયાબાજ સ્ટેશન પર ખોટી રિંગ અને કેબલની ખામીને કારણે બની હતી. જો તે ઘટના બાદ યોગ્ય પગલાં લેવાયા હોત તો ખોટા વાયરિંગને સુધારવા માટે અકસ્માત સર્જાયો ન હોત.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોમંડલ એકસપ્રેસમાં મેઇન લાઇન માટે ગ્રીન સિગ્નલ હતું પરંતું પોઇન્ટ અથવા ટ્રેનની દિશા નક્કી કરનારી સીસ્ટમ ખોટી રીતે લૂપ લાઇન તરફ ઇશારો કરતી હતી એટલે આ દુર્ઘટના બની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp