ઓનલાઈન છેતરામણીની નવી રીત, ‘પૈસા આપો નહીં તો કરી દઈશું કોરોના’

PC: timesnownews.com

સાયબર ક્રિમિનલ્સ હવે કોરોના વાયરસના ડર દ્વારા દુનિયાભરમાં લોકોને શિકાર બનાવી રહ્યાં છે. તેઓ ક્યારેક WHOના અધિકારી બનીને છેતરી રહ્યાં છે, તો ક્યારેક COVID-19ના નામે ખોટી વેબસાઈટ બનાવીને લોકોને શિકાર બનાવી રહ્યાં છે. હવે તેમણે નવી રીત પણ શોધી લીધી છે. બ્રિટિશ સિક્યોરિટી સોફ્ટવેર અને હાર્ડવેર કંપની Sophosના રિપોર્ટ અનુસાર, સાયબર ક્રિમિનલ્સ ધમકીવાળો એક ઈ-મેલ મોકલીને એવો દાવો કરી રહ્યાં છે કે જો યુઝર પૈસા નહીં આપે તો યુઝરના ફેમિલી મેમ્બરના કોઈ સભ્યને કોરોના વાયરસગ્રસ્ત કરી દેશે. અત્યાર સુધી દુનિયાભરમાં સેક્સટોનર્સ દ્વારા ઈ-મેલ કરવામાં આવતાંં હતા કે યુઝર તેને પૈસા નહીં આપે તો આપત્તિજનક ફોટો છે જે, પરિવારજનો અને દુનિયાભરમાં મોકલી આપશે.

હવે નવા ટ્રેન્ડમાં છેતરામણી કરનારાઓએ કોરોના વાયરસને પોતાનું શસ્ત્ર બનાવી લીધું છે. સાયબર ક્રિમિનલ્સ ઈ-મેલ મોકલીને 4000 ડૉલર બિટકોઈનના રૂપમાં માંગી રહ્યાં છે, નહીં તો યુઝરના સિક્રેટને બહાર પાડવા અને પરિવારના બધા સભ્યોને કોરોના વાયરસગ્રસ્ત કરવાની ધમકી આપી રહ્યાં છે. ઈ-મેલ યુઝરને તેનો પાસવર્ડ પણ જણાવવામાં આવે છે. છેતરપિંડી કરનાર એવો દાવો કરે છે કે, યુઝરના બધા પાસવર્ડ તેને ખબર છે અને તે યુઝર પર લાંબા સમયથી નજર રાખી રહ્યો છે. જો તમારી પાસે પણ આવો ઈ-મેલ આવે છે તો જરાયે ડરવાની જરૂર નથી.

છેલ્લાં કેટલાક વર્ષોમાં થયેલા કોઈ ડેટા લીકમાં બની શકે કે તમારો પાસવોર્ડ પણ લીક થઈ ગયો હોય. Sophosના પ્રિન્સિપલ રિસર્ચ સાયન્ટિસ્ટ પોલ ડકલિને કહ્યું હતું કે, ‘કોઈ પૈસા ન આપે, આ બધું ખોટું છે. એ લોકો પાસે તમારો કોઈ ડેટા નથી હોતો. જો તમે પૈસા આપશો, તો તમે તમારી જાતને ડરાવવા તેમને વધુ એક તક આપો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp