NGTએ સરકારને આવા RO સિસ્ટમને બેન કરવાનું આપ્યું અલ્ટિમેટમ

PC: static.com

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને છેલ્લીવાર તક આપી છે કે, તેઓ અમુક RO સિસ્ટમને નોટિફિકેશન ઈસ્યૂ કરે જેના કારણે પાણીનો 80 ટકા બગાડ થાય છે. જો એવું કરવામાં નહિ આવે તો અમુક RO સિસ્ટમને બેન કરી દેવામાં આવશે. આ પહેલા NGT તરફથી 20 મેના રોજ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો કે, સરકાર RO નિર્માતા કંપનીઓને આદેશ જાહેર કરે કે તેમની મશીન પાણીની સફાઈ દરમ્યાન ઓછામાં ઓછું 60 ટકા પાણીની સુધારણા કરે. ત્યાર બાદ આ મશીનોને વધારે અસરકારક બનાવવાની ક્ષમતા 75 ટકા શુદ્ધ પાણી આપવા લાયક બનાવાઈ.

RO દ્વારા વેડફવામાં આવતા પાણીનો ઉપયોગ અન્ય ઘરકામમાં, છોડવાઓને પાણી આપવામાં કે ગાડી સાફ કરવામાં કરે. તેના સિવાય લોકોને RO દ્વારા સાફ કરવામાં આવેલા પાણીમાં ખનીજની માત્રા ઓછી કે સમાપ્ત થઈ જવાને કારણે તેની અસર સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે, તે અંગે જાગૃત કરવા જોઈએ.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)એ સરકારને સૂચના આપી હતી કે, તેઓ એવી જગ્યાએ RO પ્યુરિફાયરના પ્રયોગ પર પ્રતિબંધ લગાવે જ્યાં પાણીમાં ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ (TDS)ની માત્રા પ્રતિ લિટર 500 એમજીથી ઓછી છે. NGTએ સરકારને એમ પણ કહ્યું કે દેશભરમાં જ્યાં પણ ROની મંજૂરી આપવામાં આવી છે ત્યાં 60 ટકાથી વધુ પાણીનો ફરીથી ઉપયોગ કરવામાં આવે. જેથી RO પ્યુરિફાયરથી વેડફાઈ જતું પાણી બચાવી શકાય.

NGT દ્વારા રચાયેલી સમિતિ કહે છે કે, પાણીમાં પ્રતિ લિટર 500 મિલીગ્રામ TDS હોવા પર RO કામ નથી કરતું. તેનાથી વિપરીત તે તેમાં રહેલાં ઘણાં મહત્ત્વપૂર્ણ ખનિજો દૂર કરે છે, જેના કારણે પાણીમાં રહેલાં મિનરલ્સ મળી નથી શકતા.

TDS એટલે પાણીમાં ઓગળેલા સૂક્ષ્મ પદાર્થ. તેમાં સોડિયમ, ફ્લોરાઇડ, આયર્ન, ક્લોરાઇડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, નાઇટ્રેટ વગેરે જેવા પદાર્થો સામેલ હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અભ્યાસ મુજબ, પ્રતિ લિટર પાણીમાં 300 એમજીથી ઓછાં TDS યોગ્ય માનવામાં આવે છે, જ્યારે 800થી 900 એમજી ખરાબ અને તેનાથી વધારે હોવા પર એ પાણી પીવું યોગ્ય માનવામાં આવતું નથી.

TDS વધવાનું મુખ્ય કારણ ઝડપથી ઘટતું પાણીનું સ્તર છે. આ ઉપરાંત, જમીનની અંદર પાણીની વચ્ચે જે પથ્થર અથવા માટી છે. જો તે ક્ષારયુક્ત હોય તો પાણીમાં TDS ઝડપથી વધે છે. પાણીમાં વધુ TDS હોવાથી પિત્તાશય, કિડની અને યુરીટરમાં પથરીની સમસ્યા પેદા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp