કંઝાવાલા કેસની મુખ્ય સાક્ષી નિધિ 2 વર્ષ પહેલાં 10 કિલો ગાંજા સાથે પકડાઈ હતી

PC: aajtak.in

દિલ્હીના હીટ એન્ડ રન કેસમાં નવો ખુલાસો થયો છે. કાર અને સ્કુટીની ટક્કરમાં સ્કુટી ચલાવનાર અંજલિંને કાર ચાલકો 12 કિ.મી.સુધી ઘસડી ગયા હતા. અંજલિની મિત્ર નિધી આ ઘટનાની મુખ્ય સાક્ષી હતી. અંજલિ અકસ્માત થયા પછી ભાગી છુટી હતી.

દિલ્હીના કંઝાવાલા કેસની મુખ્ય સાક્ષી નિધિ વિશે મોટો ખુલાસો થયો છે. આગ્રા, યુપીમાં, જીઆરપીએ એક વર્ષ પહેલા એટલે કે 2020 માં ડ્રગ સ્મગલિંગ કેસમાં નિધિની ધરપકડ કરી હતી. તેની સાથે અન્ય બે છોકરાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. નિધિ એક મહિનાથી જેલમાં હતી. બાદમાં જામીન પર બહાર આવી હતી. જિલ્લા અને સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

પોલીસ રેકોર્ડ મુજબ નિધિ દિલ્હીથી તેલંગાણાના સિકંદરાબાદમાં ડ્રગ્સની દાણચોરી માટે ગઈ હતી. ત્યાંથી તે તેના બે સાથી સમીર અને રવિ સાથે ટ્રેનમાં આગ્રા આવી હતી.આ ઘટના ડિસેમ્બર 2020ની છે. નિધિ આગ્રા કેન્ટ સ્ટેશન પર સમીર અને રવિ સાથે પ્લેટફોર્મ નંબર 2/3 પર ટ્રેનમાંથી ઉતરી. સવારે 10.55 વાગ્યે RPF અને આગ્રા કેન્ટ જીઆરપીની ટીમ સ્ટેશન પર ચેકિંગ કરી રહી હતી.

દરમિયાન પોલીસની ટીમે નિધિ, રવિ અને સમીરને જોતા જ ત્રણેય ભાગવા લાગ્યા હતા. આ પછી પોલીસને શંકા ગઈ અને ત્રણેયનો પીછો કરીને તેમને પકડી લીધા. પોલીસે ત્રણેયની તલાશી લેતા તેમના કબજામાંથી 10-10 કિલો ગાંજા મળી આવ્યો હતો.

પોલીસના હાથે ઝડપાયા બાદ ત્રણેયએ જણાવ્યું કે તેઓ સિકંદરાબાદ ,તેલંગાણાથી ટ્રેનમાં ગાંજાના કન્સાઈનમેન્ટ લઈને આગ્રા આવ્યા હતા. અહીંથી તે ગાંજા સાથે રોડ માર્ગે દિલ્હી જવાના હતા. નિધિએ એ જણાવ્યું કે તે દિલ્હીના રહેવાસી દીપકની સલાહ પર ગાંજાની ખેપ લાવી હતી. જ્યારે રવિ અને સમીરે પોતે ગાંજા વેચવાની વાત કરી હતી. જીઆરપીએ ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે નિધિ સહિત ગાંજાની દાણચોરીના અન્ય બે આરોપીઓને પણ જેલમાં મોકલી દીધા હતા.

15 ડિસેમ્બર 2020ના રોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ-13ની કોર્ટમાં નિધીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તે પછી, 8 જાન્યુઆરી, 2021 ના રોજ, નિધિને જેલમાંથી જામીન પર છોડવામાં આવી હતી. ત્યારથી નિધિ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહી ન હતી. જિલ્લા સરકારના એડવોકેટ બસંત ગુપ્તાએ જણાવ્યું હતું કે FIR મુજબ, નિધિ દિલ્હીના સુલતાનપુરી ઝૂંપડપટ્ટી નંબર 1ની રહેવાસી છે.

જીઆરપીએ નિધિ સહિત 3 લોકોની NDPS એક્ટની કલમ 8 અને  20 હેઠળ કેસ નોંધાયેલો હતો. જીઆરપી,આગ્રા કેંટના વિજય સિંહએ જણાવ્યું કે સતપાલ વાલ્મિકીની પુત્રી નિધી અને તેની સાથેના 2 યુવાનો સમીર અને રવિની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp