પ્રયાગરાજ કુંભમાં દુર્ઘટના: સંગમમાં હોડી પલટી, હોડીમાં સવાર નવ લોકો સુરક્ષિત

PC: jagranimages.com

મૌની અમાસ સ્નાનને સકુશળ સંપન્ન કરવાની તૈયારીમાં લાગેલા પ્રયાગરાજ કુંભ મેળા પ્રશાસને આજે મોટી દુર્ઘટનાને ટાળી દીધી. અહીં કિલા ઘાટથી જતા સમયે સંગમ પાસે એક હોડી પોતાનું સંતુલન ખોરવીને પલટી ગઈ. હોડીમાં સવાર નવ લોકો પડી ગયા હતા.

ત્યાર બાદ તરત એક્શનમાં આવેલી PAC ઉપરાંત પોલીસના તરવૈયાઓએ બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે બોટ એમ્બ્યુલન્સ દ્વારા મેળાના પરિસરની કુંભનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ હોડીમાં 12 લોકો સવાર હતા. એક મહિલા અને પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાના કારણે તેમને મેળાના કેન્દ્રીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે NDRFની ટીમ તે હોડીની શોધમાં લાગી છે.

પોલીસે જણાવ્યું કે સંગમમાં હોડી ડૂબવાની સૂચના ખોટી છે. સંગમ નોજ પર હોડી ઊભી હતી. જેમાં લગભગ 10-12 શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવ્યા હતા. તેમાંથી એક મહિલા શ્રદ્ધાળુ એક હોડીમાંથી બીજી હોડીમાં જવા લાગી તો તેનો પગ લપસી ગયો અને તેમને નીચેથી નીકાળવા માટે હોડીમાં બેઠેલા અન્ય લોકો પણ એક તરફ નમી ગયા. આથી હોડી એકબાજુ પલટી ગઈ. ત્યારબાદ PAC અને પોલીસે તરત હોડીને સીધી કરાવી અને બધાને સકુશળ સ્નાન કરાવવામાં આવ્યું. હોડી જ્યાં પલટી હતી ત્યાં માત્ર ઘૂંટણ સુધી પાણી હતું. ત્યાં હોડી ડૂબવાની કોઈ દુર્ઘટના બની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp