જેલમાં નિર્ભયાના દોષિતોએ કરી આટલી કમાણી

PC: thesouthindianpost.com

નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીના રોજ દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી થવાની છે. સુપ્રીમ કોર્ટે દોષિતોની ક્યૂરેટિવ અરજી પણ ફગાવી દીધી છે. એવામાં તિહાડ જેલે ફાંસી આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચારેય દોષિતોને ફાંસી આપવા માટે પવન જલ્લાદને પણ બોલાવવામાં આવ્યા છે. જે 20 જાન્યુઆરીના રોજ તિહાડ જેલ પહોંચી જશે. જેલ પ્રશાસને ચારેય દોષિતોએ તેમની સજા દરમિયાન જે કમાણી કરી છે, તેના આંકડાઓ પણ જાહેર કરી દીધા છે. ચારેય દોષિતોને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે.

દોષિતો કેટલા રૂપિયા કમાયાઃ

જેલમાં કેદીઓને કમાણી કરવા માટે અમુક કામ આપવામાં આવતા હોય છે. જેમાં તેઓ પોતાની મરજી અનુસાર યોગદાન આપી શકે છે. નિર્ભયાના દોષિતોએ પણ તિહાડ જેલમાં તેમની સજા દરમિયાન અમુક કામ કર્યું. હવે તેમની સજા છેલ્લા સ્ટેજે આવી પહોંચી છે. તો જેલ તંત્રએ તેનો હિસાબ પણ આપી દીધો છે. દોષિતો વિનય, પવન અને અક્ષયે કામ કરીને હજારો રૂપિયા કમાયા છે. પણ દોષી મુકેશે જેલમાં કોઈ કામ નહિ કરવાનો નિર્ણય લીધો.

સજા દરમિયાન જેલમાં કામ કરતા..

વિનયે 39,000 રૂપિયાની કમાણી કરી.

પવને 29,000 રૂપિયાની કમાણી કરી.

અક્ષયે 69,000 રૂપિયાની કમાણી કરી.

મુકેશે કોઈ કામ નહિ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp