26th January selfie contest

નીતિ આયોગ 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' પર રિપોર્ટ લોન્ચ કરશે

PC: PIB

નીતિ આયોગ 16 સપ્ટેમ્બરે 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' પર રિપોર્ટ લોન્ચ કરશે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત અને વિશેષ સચિવ ડૉ. કે રાજેશ્વરા રાવ અને સંબંધિત મંત્રાલયોના સચિવોની હાજરીમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો.રાજીવ કુમાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

નીતિ આયોગે ઓક્ટોબર 2020 માં 'ભારતના શહેરી આયોજન શિક્ષણમાં સુધારાઓ' પર એક સલાહકાર સમિતિની રચના કરી હતી. સમિતિએ આ અહેવાલ સાથે તેના આદેશનું સમાપન કર્યું છે.

અહેવાલમાં શહેરી આયોજનના વિવિધ પાસાઓ પર ભલામણોનો સમૂહ સામેલ છે, જેમ કે તંદુરસ્ત શહેરોના આયોજન માટે હસ્તક્ષેપ, શહેરી જમીનનો મહત્તમ ઉપયોગ, માનવ સંસાધન ક્ષમતામાં વધારો, શહેરી શાસનને મજબૂત બનાવવું, સ્થાનિક નેતૃત્વનું નિર્માણ, ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધારવી, અને શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીને આગળ વધારવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp