70 વર્ષ જૂના નિઝામ ફંડ કેસમાં પાકને હરાવી ભારતે જીત્યા કરોડો રૂપિયા

PC: tv9bharatvarsh.com

લંડનમાં ચાલી રહેલા નિઝામ ફંડ કેસમાં ભારતે પાકિસ્તાનને માત આપી દીધી છે. ભારતે પાકિસ્તાન પાસેથી હૈદરાબાદના નિઝામનો ખજાનો જીતી લીધો છે. તો બીજી તરફ પાકિસ્તાન આ કેસ તો હાર્યું જ છે, સાથે જ તેણે ભારતને કેસ લડવામાં ખર્ચાયેલી રકમના 65 ટકા રૂપિયા (એટલે કે 26 કરોડ રૂપિયા) પણ આપવા પડ્યા છે. 1 મિલિયન પાઉન્ડથી 35 મિલિયન પાઉન્ડ બનેલી રકમ હવે ભારતની થઈ ગઈ છે. હૈદરાબાદના નિઝામના પૈસા સાથે જોડાયેલા એક 70 વર્ષ જુના મામલામાં હવે નિર્ણય આવી ગયો છે. લંડનની એક બેંકમાં આશરે 7 દાયકાથી કરોડો રૂપિયા ફસાયેલા હતા. હવે બ્રિટનમાં ભારતીય દૂતાવાસને લાખો પાઉન્ડ પોતાના હિસ્સા તરીકે મળ્યા છે.

લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, બ્રિટનમાં હાઈ કમિશનને 35 મિલિયન પાઉન્ડ (325 કરોડ રૂપિયા) પોતાના ભાગ તરીકે મળ્યા છે. આ રકમ 20 સપ્ટેમ્બર, 1948થી નેશનલ વેસ્ટમિંસ્ટર બેંક અકાઉન્ટમાં ફસાયેલી હતી. પાકિસ્તાને પણ આ પૈસા પર પોતાનો દાવો કર્યો હતો.

ગત વર્ષે ઓક્ટોબરમાં હાઈકોર્ટે ભારત અને મુકર્મ જાહ (હૈદરાબાદના 8માં નિઝામ)ના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. મુકર્રમ અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહ પાકિસ્તાન વિરુદ્ધ લંડન હાઈકોર્ટમાં છેલ્લાં 6 વર્ષથી આ કેસ લડી રહ્યા છે. બેંકે પહેલા જ આ પૈસા કોર્ટને ટ્રાન્સફર કરી દીધા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને પણ ભારત સરકારને 2.8 મિલિયન (આશરે 26 કરોડ રૂપિયા) ચુકવ્યા છે. તે ભારત દ્વારા લંડન હાઈકોર્ટમાં આ કેસ પર કરવામાં આવેલા ખર્ચની 65 ટકા રકમ છે. બાકી બચેલો ખર્ચ જે ભારતે પોતે ભર્યો છે, તેના પર પણ હાલ વાતચીત ચાલી રહી છે. આ અંગે જાણવા મળ્યું છે કે, પાકિસ્તાને બધા પૈસા ચુકવી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp