દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે એવી જાહેરાત કરી કે કોંગ્રેસ ટેન્શનમાં
'દિલ્હી ચૂંટણીમાં ગઠબંધન નહીં થાય' આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આમ કહીને કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. દિલ્હીમાં 2025ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં INDIA ગઠબંધનને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ કેજરીવાલે આ અટકળો અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. આ અગાઉ હરિયાણાની ચૂંટણીમાં પણ AAP-કોંગ્રેસનું ગઠબંધન થયું ન હતું.
અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે નરેશ બાલ્યાનની ધરપકડ અને દિલ્હીની સુરક્ષા વ્યવસ્થાને લઈને ઘણા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી પાસે કાયદો અને વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી. આ દરમિયાન તેમણે ગઠબંધન વિશે પણ વાત કરી. કેજરીવાલને BJPની પરિવર્તન યાત્રા અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું, 'બધાને યાત્રા કાઢવા દો. દેશમાં લોકશાહી છે, સ્વતંત્ર દેશ છે. દરેક વ્યક્તિને યાત્રા કાઢવાનો અધિકાર છે.'
આ પહેલા દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે પણ ગઠબંધન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે દેવેન્દ્રને ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'કોઈ ગઠબંધન નહીં થાય. અમે તમામ 70 બેઠકો પર ચૂંટણી લડીશું. અમે જીત્યા પછી અમારા નેતાની પસંદગી કરીશું. આ જ પ્રક્રિયા દિલ્હીમાં પણ અપનાવવામાં આવશે.'
क्या आम आदमी पार्टी के विधायकों को फ़र्ज़ी केस में फंसाने से दिल्ली सुरक्षित होगी? AAP National Convenor @ArvindKejriwal जी की Press Conference l LIVE https://t.co/MlAuwT5asR
— AAP (@AamAadmiParty) December 1, 2024
અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી 2025માં યોજાઈ શકે છે. દિલ્હી વિધાનસભામાં 70 સીટો છે. છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આમાંથી 62 બેઠકો જીતી હતી. આ બાજુ મહારાષ્ટ્રની તાજેતરની ચૂંટણીમાં BJPની આગેવાની હેઠળના NDA ગઠબંધનને બહુમતી મળી હતી. દિલ્હી ચૂંટણી પહેલા પાર્ટીનું મનોબળ વધ્યું છે. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, દિલ્હીની ચૂંટણીમાં INDIA ગઠબંધન ફરી સક્રિય થઈ શકે છે. પરંતુ હવે આવી અટકળોનો અંત આવતો જણાય છે.
હરિયાણામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ લડ્યા હતા. BJP સામે સત્તા વિરોધી લહેર હોવા છતાં કોંગ્રેસ હારી ગઈ. તેની પાછળ એક કારણ એ પણ કહેવાયું હતું કે, AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન હતું. બંને વચ્ચે ગઠબંધનના અભાવે ઓછામાં ઓછી અડધો ડઝન બેઠકો પર અસર પડી હોવાનું કહેવાય છે. જોકે, અરવિંદ કેજરીવાલની પાર્ટી હરિયાણા વિધાનસભામાં ખાતું પણ ખોલાવી શકી નથી.
#WATCH | On party's CM face for Delhi polls & possibilities of alliance, Delhi Congress chief Devender Yadav says, "We never announce beforehand...We will contest all 70 seats. Our leader is elected after we win. Same procedure will be adopted in Delhi...There is no alliance." pic.twitter.com/jL1h2Z5MN8
— ANI (@ANI) November 29, 2024
જોકે, પાર્ટી લગભગ એક ડઝન બેઠકો પર 5,000 વોટનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. ભાજપને 39.94 ટકા વોટ મળ્યા જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી CPMને 39.34 ટકા વોટ મળ્યા. જ્યારે, નવી પાર્ટી હોવા છતાં, AAP લગભગ 1.8 ટકા વોટ મેળવવામાં સફળ રહી હતી.
અહીં, આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે 11 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. તેમાંથી 6 ઉમેદવારો એવા છે કે, જેઓ BJP-કોંગ્રેસ છોડી ચૂક્યા છે. જેમાં BJPના બે પૂર્વ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp