પાણીની તંગીને કારણે IT કંપનીઓએ 5000 કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આપ્યો આદેશ

PC: bsmedia.business-standard.com

ચેન્નાઈમાં IT કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહી રહી છે. કંપનીઓનું કહેવુ છે કે, કર્મચારીઓ માટે પાણીના નિરંતન સંચાલન માટે તેમની પાસે પૂરતી વ્યવસ્થા નથી. આથી, તેઓ કર્મચારીઓને પોતાની અનુકૂળતા પ્રમાણે કોઈપણ સ્થળ પર રહીને ઓફિસનું કામ કરવા માટે કહી રહી છે. ચેન્નાઈમાં આશરે 200 દિવસોથી વરસાદ નથી પડ્યો અને આવનારા ત્રણ મહિનાઓ સુધી પાણીની સમસ્યાને દૂર કરવા માટે ચેન્નાઈમાં પર્યાપ્ત વરસાદ પડવાની સંભાવના પણ નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરની 12 IT કંપનીઓએ પોતાના 5000 કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, છેલ્લીવાર 4 વર્ષ પહેલા IT કંપનીઓએ પ્રાઈવેટ પાણીના ટેન્કરોના હડતાલ પર જવાને કારણે કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, પાણીની તંગીને કારણે લોકો પાણીનો ઓછો ઉપયોગ કરવા માટે અવનવી ટેકનિક અપનાવી રહ્યા છે. જેમકે, ELCOTમાં ફોર્ડ બિઝનેસ સર્વિસીસના કર્મચારીઓને ઘરેથી જ પાણીની વ્યવસ્થા કરીને આવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, એક કંપની પોતાની જરૂરિયાતના માત્ર 55 ટકા પાણીનો જ ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત પાણીના રિયલટાઈમ ઉપયોગ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp