પદ્મ પુરસ્કાર-2022 માટે નામાંકન 15 સપ્ટેમ્બર, 2021 સુધી ખૂલ્લું

PC: PIB

ગણતંત્ર દિવસ-2022ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો માટે ઓનલાઈન નામાંકન/ભલામણો સ્વીકારાઈ રહી છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2021 છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન/ભલામણો માત્ર પદ્મ પુરસ્કાર પોર્ટલ https://padmaawards.gov.in પર ઓનલાઈન પ્રાપ્ત કરી શકાશે.

પદ્મ પુરસ્કાર જેમકે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે. 1954માં સ્થાપિત, આ પુરસ્કારોની ઘોષણા દર વર્ષે ગણતંત્ર દિવસ પર કરવામાં આવે છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર મામલાઓ, સેવા, વ્યાપાર અને ઉદ્યોગ, નાગરિક જેવા તમામ ક્ષેત્રો/વિષયોમાં વિશિષ્ટ અને અસાધારણ ઉપલબ્ધિઓ/સેવાના માટે ‘વિશિષ્ટ કામ’ને માન્યતા આપે છે. જાતિ, વ્યવસાય, પદ કે લિંગના ભેદભાવ વિના તમામ વ્યક્તિ આ પુરસ્કારો માટે પાત્ર બની શકે છે. ડોક્ટરો અને વિજ્ઞાનીઓ સિવાય જાહેર ઉપક્રમો સાથે કામ કરનારા સરકારી કર્મચારી પદ્મ પુરસ્કાર માટે પાત્ર નથી.

સરકાર પદ્મ પુરસ્કારોને ‘પીપલ્સ પદ્મ’માં તબદિલ કરવા પ્રતિબદ્ધ છે. આથી તમામ નાગરિકોને અનુરોધ છે કે સ્વ-નામાંકન સહિત નામાંકન/ભલામણો કરે.

નામાંકન/ભલામણોમાં તમામ ઉપરોક્ત ઉલ્લેખિત પદ્મ પોર્ટલ પર ઉપલબ્ધ પ્રારૂપમાં વિગતવાર નિર્દિષ્ટ એવી તમામ સંબંધિત વિગતો વર્ણનાત્મક સ્વરૂપે વિવરણ (મહત્તમ 800 શબ્દો) હોવું જોઈએ જેમાં તેનીં / તેણીની તેના/તેણીના સંબંધિત ક્ષેત્ર/ડિસિપ્લીનમાંની વિશિષ્ટ અને અસાધારણ ઉપલબ્ધિઓ/સેવાને સ્પષ્ટ રીતે સામે લાવે.

ગૃહ મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓ, ઉત્કૃષ્ટતા સંસથાઓને અનુરોધ કર્યો છે કે એ પ્રતિભાશાળી વ્યક્તિઓની ઓળખ માટે નક્કર પ્રયાસો કરવામાં આવે કે જેમની ઉત્કૃષ્ટતા અને ઉપલબ્ધિઓને વાસ્તવમાં ઓળખ મળે કે જે મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ લોકો અને એવા લોકો કે જેઓ નિઃસ્વાર્થભાવે સમાજની સેવા કરનારા કેમ ન હોય.

આ અંગે વધુ જાણકારી ગૃહ મંત્રાલયની વેબસાઈટ (www.mha.gov.in) પર ‘પુરસ્કાર અને પદક’ શીર્ષક હેઠળ ઉપલબ્ધ છે. આ પુરસ્કારો સંબંધિત કાયદા અને નિયમો વેબસાઈટ પર તેની અહીં આપેલી લિન્ક પર https://padmaawards.gov.in/AboutAwards.aspx ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp