અદાલતમાં EDનો દાવો- માલ્યા, મોદી જ નહીં અન્ય 36 વ્યવસાયીઓ પણ દેશ છોડીને ભાગ્યા

PC: economictimes.indiatimes.com

પ્રવર્તન નિદેશાલય (ED)એ સોમવારે અગસ્તા વેસ્ટલેન્ડ VVIP ચોપર ઘોટાળામાં ધરપકડ કરાયેલા કથિત રક્ષા એજન્ટ સુષેન મોહન ગુપ્તાની જમાનત અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેના દેશમાંથી ભાગવાની સંભાવના હતી, જેવી રીતે 36 અન્ય વ્યવસાયી જેમની વિરુદ્ધ આપરાધિક મામલા હતા અને તેઓ દેશમાંથી ભાગી ગયા. EDએ વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારને જણાવ્યું હતું કે, વિજય માલ્યા અને નીરવ મોદી સહિત 36 કારોબારી કે જેમની સમાજમાં સારી ઓળખ હતી તેઓ હાલના દિવસોમાં દેશ છોડીને ભાગી ગયા છે.

એક રિપોર્ટ અનુસાર, તપાસ એજન્સીના વિશેષ સરકારી વકીલ ડી. પી. સિંહ અને એન. કે. મટ્ટાએ કહ્યું હતું કે, માલ્યા લલિત મોદી, નીરવ મોદી, મેહુલ ચોક્સી અને સંદેસારા બંધુ (સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ પ્રમોટર્સ) જેવા 36 વ્યવસાયીઓ છે, જે છેલ્લાં કેટલાક વર્ષોમાં દેશમાંથી ભાગી ગયા હતા. તર્ક દરમિયાન EDના અધિવક્તા સંવેદના વર્માએ કોર્ટને જણાવ્યું હતું કે, તપાસ એક મહત્ત્વપૂર્ણ ચરણમાં હતી અને એજન્સી એ જાણવાનો પ્રયત્ન કરી રહી હતી કે, ગુપ્તાની ડાયરીમાં ‘RG’ કોને કહેવામાં આવ્યું છે.

આ વર્ષે જાન્યુઆરીમાં નાણા રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ લોકસભાને જણાવ્યું હતું કે, 27 લોકો જે આર્થિક અપરાધો અને લોન ડિફોલ્ટરના આરોપોનો સામનો કરી રહ્યા હતા, તેઓ છેલ્લાં 5 વર્ષોમાં દેશમાંથી ભાગી ગયા. ઈન્ટરપોલને તે પૈકી 20 લોકો વિરુદ્ધ રેડ-કોર્નર નોટિસ જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે.

માર્ચ 2018માં તત્કાલિન વિદેશ રાજ્ય મંત્રી એમ. જે. અકબરે સંસદને જણાવ્યું હતું કે, આરોપોનો સામનો કરી રહેલા 31 વ્યવસાયીઓ દેશ છોડીને ભાગી ગયા. જેમાં ED અને કેન્દ્રીય તપાસ બ્યૂરોના આરોપોનો સામનો કરનારા વ્યક્તિઓ સામેલ હતા. આ યાદી આવ્યા બાદ કેન્દ્રએ કથિતરીતે 91 લોકોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે, જેમને દેશ છોડવાની અનુમતિ નહીં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp