બંધ બોટલનું પાણી પીનારા સાવધાન, FSSAI તપાસમાં મોટો ખુલાસો

PC: x.com

બંધ બોટલના પાણી અંગે આવેલા એક નવા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કારણે તેની ગુણવત્તા અને શુદ્ધતા પરનો વિશ્વાસ શંકાના દાયરામાં આવી ગયો છે. તાજેતરમાં જ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ બોટલના પાણીને 'ઉચ્ચ જોખમી ખાદ્ય વસ્તુ'ની શ્રેણીમાં મૂક્યું છે. આનો અર્થ એ થયો કે, હવે આ પાણીના ઉત્પાદકોએ વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તેનું પરીક્ષણ કરાવવું પડશે. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે, પીઝા, બર્ગર અને મોમોઝ જેવી ખાદ્ય ચીજો સ્વાસ્થ્ય માટે સારી નથી, પરંતુ હવે બંધ બોટલના પાણીમાં ભેળસેળવાળું અને સ્વાસ્થ્ય માટે સારું ન હોવાના ઘટસ્ફોટને કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ છે.

જ્યારે કોઈ ખાદ્યપદાર્થને 'ઉચ્ચ જોખમ'ની શ્રેણીમાં મૂકવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ છે કે, તે ખાદ્યપદાર્થનું ઉત્પાદન અને પ્રક્રિયા કરતી સુવિધાઓનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવશે. આનથી એ ખબર પડે છે કે, તેનું ઉત્પાદન સુરક્ષિત અને સ્વચ્છ રીતે કરવામાં આવી રહ્યું છે. આ પગલાનો હેતુ ગ્રાહકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો છે.

આ સૂચના 27 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવી હતી. અગાઉ કરવામાં આવેલા સુધારાનો આ એક ભાગ છે. આ સુધારા હેઠળ, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) તરફથી પ્રમાણપત્રની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. આનાથી ખાદ્ય વ્યવસાયો માટે નોંધણી પ્રક્રિયા સરળ બની ગઈ છે, અને બેવડી જરૂરિયાતો દૂર થઈ છે. હવે બંધ બોટલનું પાણી અને મિનરલ વોટરને હાઈ-રિસ્ક ફૂડ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે અગાઉ તેમને BIS પ્રમાણપત્રની જરૂર હતી.

FSSAI અનુસાર, ઉચ્ચ જોખમ ધરાવતા ખોરાક તે હોય છે, જેમાં ભેળસેળનું જોખમ વધારે હોય છે. તેનું ઉત્પાદન અથવા તે જે પ્રક્રિયામાંથી પસાર થાય છે, તેની સુવિધાઓનું નિરીક્ષણ કરવું ફરજિયાત હોય છે. તેની તપાસ અને નિરીક્ષણ દર વર્ષે અથવા દર બે વર્ષે એક વાર થવું જોઈએ, અને તે કોઈ ત્રીજા પક્ષ દ્વારા જ કરવામાં આવે છે.

દર વર્ષે પરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થતા ઉચ્ચ જોખમવાળા ખોરાકના ઉત્પાદકોને એક વર્ષની મુક્તિ ત્યારે જ મળી શકે છે, જ્યારે તેઓ અગાઉ કરેલા પરીક્ષણમાં 80 ટકાથી વધુનો સ્કોર કર્યો હશે અથવા સ્વચ્છતા રેટિંગમાં તેમણે પાંચ પોઈન્ટ મેળવ્યા હશે. FSSAI દ્વારા ઉચ્ચ જોખમ તરીકે ઓળખાતા ખોરાકમાં ડેરી ઉત્પાદનો, માંસ, માછલી, ઈંડા, વિશેષ પોષણના ઉપયોગમાં આવતો ખોરાક, તૈયાર ખોરાક અને ભારતીય મીઠાઈઓનો સમાવેશ થાય છે.

ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, FSSAI અને રાજ્ય ખાદ્ય સુરક્ષા સત્તાવાળાઓ સમગ્ર વર્ષ દરમિયાન ખાદ્ય વ્યવસાયોનું નિરીક્ષણ કરે છે. આ તપાસ સામાન્ય રીતે ફૂડ બિઝનેસ ઓપરેટરોને લાઇસન્સ આપતા પહેલા કરવામાં આવે છે અથવા ગમે ત્યારે થઇ શકે છે. જ્યારે કોઈ સમસ્યા આવતી હોય અથવા ખોરાક દ્વારા કોઈ સંક્રમણ ફેલાવાનું જોખમ હોય, તો તપાસ હાથ ધરવામાં આવે છે. આ નવા ઓર્ડરથી હવે બંધ બોટલના પાણીના ઉત્પાદકો પર બારીકાઈથી નજર રાખવામાં આવશે, જેનાથી ગ્રાહકોને સુરક્ષિત પાણી મળવાની શક્યતા વધી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp