26th January selfie contest

કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાનાને UP STFએ મેરઠમાં ઠાર કર્યો, 60થી વધુ કેસ હતા

PC: timesofindia.indiatimes.com

કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને ઉત્તર પ્રદેશની STFએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. UP STFએ મેરઠમાં આ કાર્યવાહી કરી છે. દુજાના વિરુદ્ધ નોઈડા, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર સહિત ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં હત્યા, લૂંટ, લૂંટ અને ખંડણી જેવા ગંભીર કેસમાં FIR નોંધાયેલી છે.

કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને STFએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. UP STFએ મેરઠમાં આ કાર્યવાહી કરી છે. દુજાના 10 એપ્રિલે જામીન પર બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટતાની સાથે જ તેણે ગૌતમ બુદ્ધ નગરમાં તેની વિરુદ્ધ જુબાની આપતા લોકોને ધમકી આપી હતી. STFને માહિતી મળી હતી કે તે કોઈ મોટા ગુનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો છે. પોલીસે આ વિશે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યુ કે અનિલ મેરઠમાં છુપાયેલો છે. દુજાના પર દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 60થી વધારે ગુના નોંધાયેલા છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસ બંને લગાતાર અનિલને શોધી રહ્યા હતા. ગયા વર્ષે દિલ્હી પોલીસે અનિલ દુજાના અને તેના બે સાથીઓની ધરપકડ કરી હતી. દુજાના ગૌતમબુદ્ધ નગરનો રહેવાસી છે. વર્ષ 2011માં તેની ગેંગે સાહિબાબાદમાં એક લગ્ન સમારંભમાં ગોળીબાર કર્યો હતો , જેમાં 3 લોકોના મોત થયા હતા.

અનિલ દુજાનાની કુખ્યાત માફિયા સુંદર ભાટી અને તેની ગેંગ સાથે વર્ષોથી દુશ્મની રહી છે. આ દુશ્મનીમાં અનેક હત્યાઓ પણ થઇ ચુકી છે. વર્ષ 2012માં અનિલ અને તેની ગેંગે સુંદર ભાટી અને તેના નજીકના લોકો પર AK-47થી હુમલો કર્યો હતો. આ બંને ગેંગ અવારનવાર સરકારી કોન્ટ્રાક્ટ, સળિયાની ચોરી અને ટોલ કોન્ટ્રાક્ટને લઈને સામસામે આવતા હતા. આ જ કારણ હતું કે જ્યારે પોલીસ દુજાનાને કોર્ટમાં લઈ જતી ત્યારે તેને બુલેટપ્રૂફ જેકેટ પહેરાવીને લઇ જતી હતી.

અનિલ દુજાના એક જમાનામાં ગેંગસ્ટર નરેશ ભાટીનો નજીકનો અને શૂટર હતો. નરેશની હત્યા સુંદર ભાટીએ કરી હતી. આ પછી અનિલે બદલો લેવા માટે સુંદર પર હુમલો કર્યો. અહીંથી જ બંને વચ્ચે દુશ્મનાવટનો સિલસિલો શરૂ થયો હતો, જેમાં ઘણી વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. હાલમાં માત્ર અનિલ દુજાના જ નરેશ ભાટી ગેંગને કમાન્ડ કરી રહ્યો હતો. અનિલ દુજાનાનો ડર એટલો હતો કે ગુનાખોરીની દુનિયામાં ખાસ કરીને પશ્ચિમ યુપીમાંતેને  છોટો શકીલ તરીકે ઓળખવામાં આવતો હતો.  એવં કહેવાય છે કે જેણે પણ દુજાનાની સામે અવાજ ઉઠાવ્યો તેની તે હત્યા કરાવી નાંખતો. એની સામે બોલતા લોકો ડરતા હતા.

ઉત્તર પ્રદેશના  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુનેગાર  ગેંગોનીસામે ઝીરો ટોલરન્સ અભિયાન શરૂ કર્યું છે. ઘણી વખત તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માફિયાઓએ ગુનાઓ કરવાનું બંધ કરે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ક્રમમાં અનેક ગુનેગારો સામે કાર્યવાહી થઈ ચૂકી છે. તાજેતરમાં CM યોગીએ હવે UPમાં સુરક્ષિત માહોલનો ઉલ્લેખ કરીને માફિયાઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હવે માફિયાઓ પગે પડી રહ્યા છે અને કહી રહ્યા છે કે, જીવ બચાવો, અમે ફેરિયાનું કમ કરીને જીવન વિતાવીશું. તેમણે કહ્યું હતું કે, 6 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશમાં અપરાધીઓ છાતી પહોળી કરીને ચાલતા હતા, હવે એવું કરવાની હિંમત નથી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp