હવે વધુ સારી લોકેશન સર્વિસ મળશે,ISROએ નેક્સ્ટ જનરેશન નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્

PC: newsaroma.com

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આજે ભારતનો નેક્સ્ટ જનરેશન નેવિગેશન સેટેલાઈટ લોન્ચ કર્યો છે. નેવિગેશન સેટેલાઇટ NVS-01 સવારે 10:42 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહને GSLV-F12 રોકેટ દ્વારા લોન્ચ પેડ-2 પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો.

ISROએ જણાવ્યું કે અમે 5 નેક્સ્ટ જનરેશન નેવિગેશન સેટેલાઇટ NVS લોન્ચ કરવાની તૈયારી કરી છે. ISROના વડા ડૉ. S. સોમનાથે જણાવ્યું હતું કે, 'હાલમાં અમે 7 જૂના NavIC ઉપગ્રહોની મદદથી કામ કરી રહ્યા હતા અને તેમાંથી ત્રણ ખરાબ થઇ ચુક્યા છે. જ્યારે માત્ર ચાર જ બરાબર કામ કરતા હતા. આવનારા સમયમાં આ ચારને પણ નુકસાન થઈ શકે છે, તેથી અમે નેક્સ્ટ જનરેશનના Navic સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.'

અહીં તમને બતાવી દઈએ કે, NVS-01 ઉપગ્રહનું વજન 2232 Kg છે અને તે ભારત અને તેની સરહદોની આસપાસ 1500 Kmની ત્રિજ્યા સુધી નેવિગેશન સેવાઓ ઉપલબ્ધ કરાવશે. આ ઉપગ્રહ કોઈપણ સ્થળની સૌથી સચોટ વાસ્તવિક સમયની સ્થિતિ જણાવશે. આ ઉપગ્રહ મુખ્યત્વે L1 બેન્ડ સેવાઓ પ્રદાન કરશે.

તમને બતાવી દઈએ કે, NVS-01 ઉપગ્રહને પૃથ્વીની જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષાથી 36,568 Km ઉપર તૈનાત કરવામાં આવશે અને આ ઉપગ્રહ લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે. લોન્ચ થયાના લગભગ 18 મિનિટ પછી, GSLV રોકેટે પૃથ્વીથી 251.52 Km ઉપર જઈને ઉપગ્રહ છોડ્યો. આ પછી તે પોતે પોતાની નિર્ધારિત કક્ષામાં પહોંચી જશે.

NavIC એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, વપરાશકર્તા 20 મીટરની ત્રિજ્યામાં પોઝિશન મેળવી શકે અને 50 નેનોસેકન્ડના સમયગાળા સાથે સમયની ચોક્કસ માહિતી મેળવી શકે. NVS સેટેલાઇટ રૂબિડિયમ અણુ ઘડિયાળથી સજ્જ છે. આ એક મહત્વપૂર્ણ ટેક્નોલોજી છે, જે માત્ર ગણ્યા ગાંઠ્યા દેશો પાસે જ છે. Navic શ્રેણીના ઉપગ્રહનું આયુષ્ય પણ લાંબુ હશે. હાલના ઉપગ્રહો 10 વર્ષ સુધી મિશનને એક્ઝિક્યુટ કરી શકે છે પરંતુ નેવિક સેટેલાઇટ 12 વર્ષ સુધી સેવા પૂરી પાડશે.

NavICએ ISRO દ્વારા વિકસિત પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. તે સાત ઉપગ્રહોનું જૂથ છે, જે ગ્રાઉન્ડ સ્ટેશનો સાથે મળીને કામ કરે છે. તે નેટવર્ક નેવિગેશન સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ સારી સેવાઓ આપવા માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. તે ભારતીય સરહદની બહાર 1500 Kmના વિસ્તારને આવરી લેતું નેટવર્ક ધરાવે છે.

આ ટેક્નોલોજીનો ઉપયોગ જમીન, હવાઈ અને જળ પરિવહન પર થઈ શકે છે. આ સાથે લોકેશન આધારિત સેવાઓના સંદર્ભમાં પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ISRO માને છે કે, NVS-1 બીજી પેઢીના નેવિગેશન સેટેલાઇટ શ્રેણીમાં પ્રથમ છે. તે NAVICના વારસાને જાળવી રાખશે અને Li બેન્ડમાં નવી સેવાઓ રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp