હવે BJPનો વારો,કેન્દ્રીય નિરીક્ષકે કહ્યું, ક્યારે-કેવી રીતે CMનું નામ જાહેર કરશે

PC: hindi.news18.com

મહારાષ્ટ્રમાં CMના ચહેરાને લઈને ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી એક પણ નામ સામે આવ્યું નથી. બીજી તરફ 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, મહાયુતિ ગઠબંધન હજુ નક્કી નથી કરી શક્યું કે, CM કોણ બનશે. હાલમાં જ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી હતી કે, તેમને BJP તરફથી CM બને તેમાં કોઈ સમસ્યા નથી અને PM મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તેને સ્વીકારવામાં આવશે. આ દરમિયાન BJPના કેન્દ્રીય નિરીક્ષકે કહ્યું છે કે, આ વખતે હવે BJPનો વારો છે.

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો અને CM વિશેની અટકળોને લગતા એક સવાલના જવાબમાં BJPના કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણીએ કહ્યું, 'મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી છે. બીજી બાજુ, શિંદેજીએ પોતે નિવેદન આપ્યું હતું કે, જો BJPના CM બને તો મને કોઈ વાંધો નથી.' રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, 'મને લાગે છે કે આ વખતે CM બનવાનો વારો ભારતીય જનતા પાર્ટી (BJP)નો છે.' જોકે, આ નિવેદન આપતી વખતે રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે, મને એવી શક્યતા દેખાય છે, કારણ કે આ સંદર્ભમાં મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી.

આ ઉપરાંત વિજય રૂપાણીએ આવતીકાલે (4 ડિસેમ્બર) યોજાનારી BJP ધારાસભ્ય દળની બેઠક અંગે કહ્યું કે, 'હું આજે મુંબઈ જઈ રહ્યો છું અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ રાત્રે મુંબઈ પહોંચવાના છે. આવતીકાલે સવારે 11 વાગ્યે અમારા તમામ વિધાયક પક્ષોની બેઠક અને ત્યાં અમે ચર્ચા કર્યા પછી સર્વસંમતિથી નેતાની પસંદગી કરવામાં આવશે. આ પછી અમે તે નામ હાઈકમાન્ડને જણાવીશું અને પછી તે નામની જાહેરાત કરીશું.'

મહારાષ્ટ્રના CM પદ માટે 5મી ડિસેમ્બરે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. મુંબઈના આઝાદ મેદાનમાં સ્ટેજ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં 40 હજાર લોકો એકઠા થવાની સંભાવના છે. શપથ ગ્રહણ સમારોહમાં PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp