હવે અમને સમજાય છે કે, તમને 'છેતરનાર' કેમ કહે છે; ગુજરાત સરકારનો કેજરીવાલને જવાબ

PC: bbc.com

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસના આદેશનો ઉલ્લેખ કરીને ગઈકાલે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચે પંજાબ પોલીસને હટાવીને દિલ્હીમાં ગુજરાત પોલીસને ફરજ પર લગાવી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુદ્દા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના દાવા પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે, હવે તમને ખબર પડી ગઈ છે કે લોકો તમને 'છેતરનાર' કેમ કહે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક આદેશની નકલ શેર કરતા તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ઘણા રાજ્યોમાંથી દળો મોકલવાની અપીલ કરી છે. તો પછી તેમણે ગુજરાતનો જ ખાસ ઉલ્લેખ કેમ કર્યો?

તેમણે કહ્યું, હવે મને સમજાયું કે, લોકો તમને 'છેતરનાર' કેમ કહે છે. કેજરીવાલજી, મને આશ્ચર્ય થાય છે કે ભૂતપૂર્વ CM તરીકે, તમે ચૂંટણી પંચના ધારા ધોરણોથી વાકેફ નથી લગતા.

રાજ્યના ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, તેમણે માત્ર ગુજરાત જ નહીં, પણ વિવિધ રાજ્યોમાંથી દળોની વિનંતી કરી છે. હકીકતમાં, ભારતના ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાંથી SRPs તૈનાત કરવાનો આદેશ આપ્યો છે, જે એક નિયમિત પ્રક્રિયા છે. તેમની વિનંતી મુજબ, 11 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારી ચૂંટણી માટે ગુજરાતથી SRPની 8 કંપનીઓ દિલ્હી મોકલવામાં આવી હતી. આમાં બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનની પોલીસનો પણ સમાવેશ થાય છે. કેજરીવાલજી, તમે ફક્ત ગુજરાતનો જ ઉલ્લેખ કેમ કર્યો?

કેજરીવાલના આરોપો પછી, BJP IT સેલના વડા અમિત માલવિયાએ પણ વળતો પ્રહાર કર્યો છે. અમિત માલવિયાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં લખ્યું, 'શું આ તમારી પહેલી ચૂંટણી છે કે તમે ચૂંટણી હારવાથી ગભરાઈ ગયા છો? પંજાબ પોલીસને તમારી અંગત સુરક્ષામાંથી દૂર કરવામાં આવી છે. તેનું કોઈ મહત્વ નથી, તમે (કેજરીવાલ) અને દિલ્હી એકબીજાના પર્યાય નથી.'

અહીં તમને જણાવી દઈએ કે, એક અધિકારીએ કહ્યું હતું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી રાજ્ય રિઝર્વ પોલીસ દળ (SRPF)ની આઠ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ભચાઉના SRPF કમાન્ડન્ટ તેજસ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના આદેશ મુજબ, SRPFની કંપનીઓ 13 જાન્યુઆરીએ દિલ્હી પહોંચી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp