VIDEO: સુવર્ણ મંદિરમાં અચાનક હથિયાર સાથે ઘૂસ્યા NSG કમાન્ડો પછી થયું કંઈક આવું..

PC: patrika.com

અમૃતસરનું સુવર્ણ મંદિર ફરી એકવાર ચર્ચામાં છે કારણ કે NSG કમાન્ડો હથિયાર અને બૂટ પહેરીને મંદિરની અંદર પ્રવેશ કર્યો હતો. આ કારણે શ્રદ્ધાળુઓએ ખૂબ હોબાળો કર્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો. જોકે થોડીવાર માહોલ ગરમાયા પછી શાંત થઈ ગયો હતો.

શું છે આખો મામલો

વાસ્તવમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ શનિવારે ગોલ્ડન ટેમ્પલ આવ્યા હતા. તેમની સાથે NSGના કમાન્ડો પણ હતા. પ્રકાશસિંહ બાદલ અન્ય નેતાઓ સાથે લંગર ભવનમાં એઠાં વાસણોની સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન NSG કમાન્ડો બૂટ પહેરી અને હથિયાર લઈને શ્રી દરબાર સાહેબ પરિસરમાં આવી ગયા હતા. તેઓ બૂટ પહેરીને હથિયાર લઈને લંગર ભવન તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ત્યાં હાજર શ્રદ્ધાળુઓએ આ જોઈને વિરોધ નોંધાવ્યો હતો અને આ જવાનોને ત્યાંથી હટવા માટે કહ્યું હતું. આ પછી જવાન ત્યાંથી હટી ગયા હતા. થોડીવાર માહોલ ગરમાયો હતો પરંતુ જવાનોના ત્યાંથી હટી જવા બાદ માહોલ શાંત થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp