ચીનની રાહ પર ભારતનું આ રાજ્ય, કોરોના પીડિતો માટે બનાવશે 1000 બેડની હોસ્પિટલ

PC: thesun.co.uk

કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ માટે કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકારો પણ મજબૂતી સાથે ઊભી છે. આ ક્રમમાં ઓરિસ્સા સરકારે હવે 1000 બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે. આ હોસ્પિટલ સંપૂર્ણરીતે કોરોના વાયરસના દર્દીઓ માટે ડેડિકેટેડ રહેશે. હાલ ઓરિસ્સામાં કોરોના વાયરસના માત્ર બે દર્દીઓ સામે આવ્યા છે. આ પહેલા ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ ત્યાંની સરકારે માત્ર 10 દિવસોમાં જ 1000 બેડની હોસ્પિટલ બનાવી દીધી હતી.

ઓરિસ્સા દેશમાં એવું પહેલું રાજ્ય બની ગયું છે, જે અલગથી કોરોના દર્દીઓ માટે આટલી મોટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, 1000 બેડની આ હોસ્પિટલ માત્ર 15 દિવસમાં જ તૈયાર થઈ જશે અને દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે. ચીનના વુહાનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ ત્યાંની સરકારે 10 દિવસમાં હોસ્પિટલ તૈયાર કરી હતી અને ત્યાં 1400 ડૉક્ટરોની ટીમ તૈયાર કરી દીધી હતી.

દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા આશરે 700 પર પહોંચી રહી છે. ત્યાં 43 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવી ચુક્યો છે અને 13 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. ઓરિસ્સામાં અત્યારસુધીમાં કોરોના વાયરસના માત્ર 2 મામલા સામે આવ્યા છે પરંતુ મામલાની ગંભીરતા જોતા રાજ્ય સરકાર પોતાના તરફથી સંપૂર્ણ તૈયારી કરી રહી છે.

બીજી તરફ ઓરિસ્સામાં પણ મંગળવારથી લોકડાઉન લાગૂ થયા બાદ ભૂવનેશ્વરના રસ્તાઓ પર લગભગ 1200 પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે, લોકો કારણ વિના આમતેમ ના ફરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp