હવે દેશના દરેક સિવિલ સર્વિસના ટ્રેઇનીએ લેવી પડશે 1 ગરીબ કે પછાત બાળકની જવાબદારી

PC: cloudfront.net

મોદી સરકારે Nurture the Future નામથી એક યૂનિક મેન્ટરશિપ પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામ હેઠળ સિવિલ સર્વિસના દરેક ટ્રેઇની ઓફિસર્સે સામાજિક અને આર્થિક રીતે પછાત બાળકના માર્ગદર્શનની જવાબદારી લેવી પડશે, જેથી આ બાળકોને સમાજથી મુખ્ય ધારા સાથે જોડી શકાય.

આ દરેક ટ્રેઇની ઓફિસર્સે પહેલા ધોરણથી લઈને ધોરણ 10 કે તેનાથી ઉપરના ધોરણમાં ભણી રહેલા બાળકોના શૈક્ષણિક અને વ્યવસાયિક જીવન દરમ્યાન, દરેક રીતનું માર્ગદર્શન કરવાનું રહેશે. સરકારે પહેલીવાર આ રીતનો કાર્યક્રમ 2019 બેચના સિવિલ સેવા તાલીમાર્થીઓના ફાઉન્ડેશન કોર્સ તરીકે શરૂ કરી છે.

સરકારે પહેલા બેચમાં ગુજરાતના કેવડિયાના 11 ગામોના 425 બાળકોની ઓળખ કરી છે. કેવડિયામાં જ સરદાર પટેલનું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સ્થિત છે. આ દરમ્યાન આ બાળકોને IAS, IPS, IFS સહિત 20 સિવિલ સેવાઓના 425 ટ્રેઇની અધિકારીઓની દેખરેખ મળશે.

એક અધિકારીએ કહ્યું, અમે ટ્રેઇની એફિસરો અને બાળકોને તેમના આધાર નંબરની સાથે જોડ્યા છે. જેથી તેઓ પોતાના જીવનમાં પણ એકબીજાના સંપર્કમાં રહી શકે. અમે ટૂંક સમયમાં એક પોર્ટલ શરૂ કરવાનું પણ વિચારી રહ્યા છે. વર્તમાનમાં માત્ર લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનના ટ્રેઇની ઓફિસરો જ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ટૂંક સમયમાં દેશની દરેક સરકારી સંસ્થાઓમાં પણ તેને અપનાવવાનું કહેવામાં આવશે.

ટ્રેઇની અધિકારી વિક્રમ વીરકર, જે ધોરણ 10ના વિદ્યાર્થીના મેન્ટર છે. તેમનું કહેવું છે કે, કરિયરની શરૂઆતમાં જ આ પ્રકારના કાર્યક્રમનો હિસ્સો બનવો એક સારો અનુભવ છે.

વીરકર કહે છે, હું 10માં ધોરણના જે વિદ્યાર્થીનો મેન્ટર છું, તે મારા વિશે જાણવા માટે ઘણો ઉત્સાહી હતો. તે જાણવા માંગતો હતો કે હું ક્યાંથી આવું છું. શું કરું છું, મારી નોકરી કઈ રીતની છે. શું હું સારું અંગ્રેજી બોલી શકુ છું.

સરકારે ખાસ કરીને આ કાર્યક્રમની શરૂઆત આર્થિક અને સામાજિક રીતે નબળા બાળકોના માર્ગદર્શન માટે કરી છે. જેથી સિવિલ સેવકોના મનમાં સામાજિક જવાબદારી સંભાળવાની ભાવના પેદા થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp