ક્રૂડ ઉત્પાદનને GST અંતર્ગત લઈ જવું પડશે, ગ્રાહકોને થશે સીધો ફાયદોઃ પ્રધાન

PC: indianexpress.com

પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવને લઈને અનેક મોટા નેતાઓ તેમજ પદાધિકારીઓ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. હવે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, તેલ ઉત્પાદનને GST અંતર્ગત લઈ જવું પડશે. તો જ ગ્રાહકોને સીધો અને મોટો ફાયદો થશે. આ માટે અમે GSP કાઉન્સિલને સતત અપીલ કરી રહ્યા છીએ. પણ એને નિર્ણય કાઉન્સિલે જ કરવાનો છે કે, પેટ્રોલ ડીઝલને GSTના દાયરામાં લેવા કે નહીં.

 

દેશમાં છેલ્લા 13 દિવસથી પેટ્રોલ ડીલઝની કિંમતમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમત નવા રેકોર્ડ બનાવી રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમત ઘણી ઓછી રહી છે. પ્રધાનનું કહેવું છે કે, ઈંધણની કિંમત વધવા પાછળ મુખ્ય બે કારણ જવાબદાર છે. ક્રુડ ઉત્પાદક દેશોએ ઈંધણનું ઉત્પાદન ઘટાડી દીધું છે. વધુ પડતા લાભ માટે ક્રુડ ઉત્પાદક દેશ આવું કરી રહ્યા છે. જેના કારણે ઉપભોક્તા દેશ ત્રાહિમામ પોકારી ગયા છે. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સરકાર સતત ઓપેક અને ઓપેક પ્લસ દેશ પાસેથી એવો આગ્રહ રાખે છે કે, આવું ન થાય. આશા છે કે, ટૂંક સમયમાં સ્થિતિ બદલાશે. ક્રુડ ઓઈલની કિંમત વધવા પાછળનું બીજું એક કારણ એ પણ છે કે, સતત વિકાસ થઈ રહ્યો છે. જેના પર કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ વસુલે છે. વિકાસના કાર્યમાં ખર્ચ કરવાથી વધું માત્રામાં રોજગારી ઊભી થશે.

 

સરકારે પોતાના રોકાણમાં પણ વધારો કર્યો છે. પેટ્રોલ ડીઝલને GSTના દાયરામાં લાવવાની માગને કેન્દ્ર સરકાર અગાઉ પણ ફગાવી ચૂકી છે. એ સમયે સરકારે એવો તર્ક આપ્યો હતો કે, એનાથી લોકોને કોઈ રાહત નથી થાય. સરકારના જણાવ્યા અનુસાર પેટ્રોલ ડીઝલને GSTના દાયરામાં લાવવાથી રાજ્યની કમાણી પર મોટી અસર થશે. જો ક્રુડ ઓઈલ ઉત્પાદન GSTના દાયરામાં આવે તો એના પર 28 ટકા ટેક્સ બાદ સેસ લગાડવામાં આવશે. જેનો લાભ ગ્રાહકને બદલે તેલ કંપનીઓને મળી રહેશે.

 

ગ્રાહકોને કિંમતમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. સતત અને સખત રીતે વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલની કિંમત રૂ.100 સુધી પહોંચી ગઈ છે. બે દિવસ સુધી ક્રુડ ઓઈલના ભાવમાં કોઈ વધ ઘટ જોવા મળી ન હતી. પણ પછી ફરીથી ભાવ વધતા સામાન્ય વ્યક્તિના ખિસ્સાનું એકાએક ભારણ વધ્યું છે. વિપક્ષ પણ આ મદ્દાને લઈને કેન્દ્ર સરકારને પ્રશ્નો કરી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp