બીમાર અને વૃદ્ધ માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર

PC: schlissellaw.files.wordpress.com

શારીરિક સમસ્યાઓને કારણે આધારકાર્ડ બનાવવામાં અસક્ષમ લોકો બેંકના ખાતાના વેરિફિકેશન માટે બીજા આઈડી પ્રૂફ પણ આપી શકે છે. આવા લોકોને બેંકના ખાતામાં આધારકાર્ડના ફરજિયાતપણામાંથી સરકારે છૂટ આપી દીધી છે. સરકારે એક નોટિફિકેશન જાહેર કરીને મની લોન્ડ્રીંગ રોકવા માટેના નિયમોમાં સુધારો કરવાની જાણકારી આપી છે. આ અંતર્ગત એવા લોકો કે જેને બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશનમાં મુશ્કેલી થઈ રહી છે તો તેઓ પોતાની ઓળખ માટે બીજા ડોક્યુમેન્ટ્સ આપી શકશે.

કોને મળશે છૂટ મળશે.

બીમાર, ઘાયલ અને ઉંમરલાયક લોકોને આધારમાંથી છૂટ મળશે. UIDAIના CEO અજય ભૂષણનું કહેવું છે કે આધારકાર્ડ ન હોવાને કારણે જે બીમાર અને ઘાયલ લોકોને મુશ્કેલી થઈ રહી છે તેઓ હવે કોઈ પ્રકારની મુશ્કેલી વિના બેંકિંગ અને અન્ય નાણાકીય સેવાઓનો લાભ લઈ શકશે.

પેન્શન માટે હવે આધાર જરૂરી નથી.

મંગળવારે રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 'કેન્દ્ર સરકારના કર્મચારીઓએ પેન્શન લેવા માટે આધારકાર્ડની જરૂર પડશે નહીં.' હાલમાં જ બેંક અકાઉન્ટ સાથે આધાર લિંક ન કરાવવાને કારણે કેટલાક રિટાયર્ડ કર્મચારીઓને પેન્શન લેવામાં મુશ્કેલી ઊભી થઈ હતી, જે અંગે કેન્દ્રીય મંત્રીએ ખુલાસો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp