દીકરો આયર્લેન્ડમાં છે અને પિતા રેન બસેરામાં વીતાવી રહ્યા છે રાતો

PC: news18.com

સામાન્યરીતે રેન બસેરામાં ખૂબ જ ગરીબ લોકો જ શિયાળાની કડકડતી ઠંડીથી બચવા માટે આશરો લેવા માટે જાય છે, પરંતુ મેરઠના એક રેન બસેરામાં કડકડાટ અંગ્રેજી બોલવાનારા એક વૃદ્ધ રાત પસાર કરવા માટે મજબૂર બન્યા છે. તે વૃદ્ધનું કહેવુ છે કે, આ જ જીવન છે. ક્યારેક મખમલ તો ક્યારેક શણના કોથળા પણ નથી મળતા.

રેન બસેરામાં રહેતા પિતાનો દીકરો આયર્લેન્ડમાં મોટી કંપનીમાં નોકરી કરી રહ્યો છે. પિતાએ રેન બસેરામાં જીવન પસાર કરવું પડી રહ્યું છે. મામલો મેરઠનો છે. વૃદ્ધ સુરેન્દ્ર શર્મા કડકડાટ અંગ્રેજી બોલે છે. પોતાના જીવન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, તેમણે ઘણા વર્ષો સુધી એમ્બેસીમાં કામ કર્યું. મોટા દીકરાની નોકરી આયર્લેન્ડમાં એક મોટી કંપનીમાં લાગી. નાના છોકરા સાથે તેમનું નથી બનતું. આથી, તેઓ રેન બસેરામાં રાત પસાર કરી રહ્યા છે.

મેરઠના ચિલ્ડ્રન્સ પાર્ક રેન બસેરામાં રહેતા વૃદ્ધ સુરેન્દ્ર શર્માનું કહેવુ છે કે, આ જ જીવન છે, ક્યારેક મખમલ તો ક્યારેક શણના કોથળા પણ નથી મળતા. રેન બસેરામાં રહેતા લોકો સુરેન્દ્ર શર્માના સારા મિત્ર બની ગયા છે. સુરેન્દ્ર શર્મા અંગ્રેજીમાં બોલતા કહે છે કે, I am very happy here and everything is clean here. રેન બસેરામાં રહેતા એક અન્ય વૃદ્ધની સ્ટોરી પણ કંઈક આવી જ છે. 80 વર્ષના એક વૃદ્ધનું કહેવુ છે કે, સુવાની વ્યવસ્થા તો થઈ જાય છે પરંતુ ખાવાની વ્યવસ્થા નથી કરી શકતો. આ વૃદ્ધ પણ પોતાના ઘરના સભ્યોથી પીડિત છે.

ઉલ્લેખનીય છે કે, મેરઠ પાલિકાએ આ વખતે રેન બસેરામાં હાઈટેક વ્યવસ્થાઓ કરી છે. ચિલ્ડ્રન્સ પાર્ક સ્થિત રેન બસેરા તો CCTV કેમેરાથી લેસ છે. CCTV કેમેરા માટે રેન બસેરામાં વાઈફાઈ પણ લગાવવામાં આવ્યું છે. તેને કારણે રેન બસેરાની પળેપળની અપડેટ પાલિકાના અધિકારીઓને મળતી રહે છે. આ વખતે ખાસ કરીને ગરીબો માટે નગરપાલિકાએ નિઃશુલ્ક ઈ રિક્શા સેવાની પણ શરૂઆત કરી છે. આ ઈ રિક્શા રાત્રે ફરીફરીને ખુલ્લા આકાશની નીચે સૂઈ રહેતા લોકોને રેન બસેરા સુધી પહોંચાડે છે. નગરપાલિકાએ જરૂરિયાતમંદો માટે આ વખતે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. રેન બસેરા હેલ્પ લાઈન નંબર 8791531901 પર કોઈપણ નિરાશ્રિત વ્યક્તિ સંપર્ક કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp