સરકારની યોજનાઃ એક ઘરમાં એક વ્યક્તિને સરકારી નોકરી

PC: twitter.com/sonupondhak

સિક્કિમના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગે એક એવી યોજનાની શરૂઆત કરી છે, જેનાથી રાજ્યના તમામ લોકો ખૂબ ખુશ છે. સિક્કિમ સરકારે પોતાના રાજ્યના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી અને પ્રથમ તબક્કામાં 12000 પરિવારોના એક સભ્યને કોલલેટર પણ આપી દેવામાં આવ્યા છે. શનિવારના રોજ 'એક પરિવાર, એક નોકરી' નામની એક યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો લાભ એ પરિવારોને મળશે, જેમના પરિવારની એકપણ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી. સાથે જ ચામલિંગે ખેતી ક્ષેત્રના લોકો માટે લોન માફીની પણ જાહેરાત કરી છે.

ચામલિંગે પલજોર સ્ટેડિયમમાં આયોજિત રોજગાર મેળા દરમિયાન આ યોજનાનો શુભારંભ કર્યો હતો. સાથે જ તેણે રાજ્યના 32 વિધાનસભા ક્ષેત્રમાંથી બે-બે લોકોને પોતાના હસ્તે ઓફર લેટર આપ્યા હતા. તમને જણાવી દઇએ કે ચામલિંગ આઝાદ ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીના પદ પર રહેનારા વ્યક્તિ છે.

આ પહેલા સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારે આ યોજના હેઠળ 20000 યુવાનોને તુરંત અસ્થાયી નોકરી આપવાની જાહેરાત કરી હતી અને હવે ઉમેદવારોને ઓફર લેટર આપવામાં આવ્યા છે. ત્યાં ચામલિંગનું પણ કહેવું છે કે, ટૂંક સમયમાં અન્ય પરિવારના સભ્યોને પણ દસ્તાવેજ આપવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે, અસ્થાયી નિયુક્તિઓને આગામી પાંચ વર્ષમાં પરમેનન્ટ કરી દેવામાં આવશે અને તમામ લાભાર્થી સ્થાયી કર્મચારી બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp