26th January selfie contest

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે આવ્યા એક સારા સમાચાર

PC: bbc.co.uk

ભારતમાં કોરોના વાયરસની તબાહી વચ્ચે કોવેક્સીનના શાનદાર આંકડા કોઈ રાહતથી ઓછા નથી. એક નવી સ્ટડી પ્રમાણે, ભારત બાયોટેક દ્વારા ડેવલપ કોવેક્સીનું SARS-COV-2ના બ્રાઝિલીયન વેરિયન્ટ B.1.128.2 પર સારું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે. આ સ્ટડી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને કરી છે. આ જાણકારી પ્રમાણે ફાર્મા કંપની ઓકુજને પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે.

જણાવી દઈએ કે બ્રાઝિલીયન વેરિયન્ટમાં E48K મ્યુટેશન સામેલ હોય છે જે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જોવા મળ્યો હતો. ભારતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે, જેના માટે આ વેરિયન્ટને પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે. પોતાની છેલ્લી સ્ટડીમાં ICMRએ દાવો કર્યો હતો કે કોવેક્સીન કોરોનાના યુકે વેરિયન્ટ B.1.1.7 અને ભારતમાં મળી આવેલા ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ V.1.617ને બેઅસર કરવામાં પણ કારાગાર છે.

આ બંને સ્ટડીઝના આધાર પર એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવેક્સીન કોરોના વાયરસના ઘણા અલગ અલગ રીતના વેરિયન્ટનો મજબૂતી સાથે મુકાબલો કરી શકે છે. વેક્સીન સાયન્ટીફિક એડવાઈઝરી બોર્ડ ઓફ ઓક્યુઝેનના ચેરપર્સન ડૉ. સતીશ ચંદ્રને સોમવારે કહ્યું છે કે અમે આ સ્ટડીનું રિઝલ્ટ જોઈને ઘણા ખુશ છીએ. કોવેક્સીન વાયરસના અલગ અલગ વેરિયન્ટ્સને બેઅસર કરવામાં કારાગાર સાબિત થઈ છે. અમને વિશ્વાસ છે કે આ વેક્સીન મ્યુટેન્ટ વાયરસના બચીને નીકળવાની સંભાવનાને ખતમ કરી દે છે.

ઓક્યુઝેન અમેરિકાની એક બાયોફાર્માસુટીકલ કંપની છે જે યુએસ માર્કેટ માટે કોવેક્સીન ડેવલપ કરી રહી છે. કંપનીના કો-ફાઉન્ડર ડૉ. શંકર મુસુનુરીએ કહ્યું છે કે કોવેક્સીને આજ સુધીમાં થયેલી બધી સ્ટડીઝમાં મજબૂત પરિણામો આપ્યા છે. અમને વિશ્વાસ છે કે આ વેક્સીન મહામારીની જંગમાં એક સારું હથિયાર સાબિત થશે. ઓક્યુઝેનની ટીમે તેનો એક રિપોર્ટ ડ્રગ માસ્ટર ફાઈલ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન, યુએસએને સોંપ્યો છે. હાલમાં તેના ઈમરજન્સી યુઝના આવેદન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ વેક્સીનનું ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે. જેમાં વેક્સીનની ઓવરઓલ એફિકેસી રેટ 78 ટકા બતાવવામાં આવ્યો છે, જ્યારે ગંભીર કેસોમાં એફિકેસી રેટ 100 ટકા છે.

આ વેક્સીનને બીમારી ફેલાવતા વાયરસને નિષ્ક્રિય કરીને બનાવવામાં આવી છે. શરૂઆતમાં કોવેક્સીન પર લોકોએ ઘણા સવાલો કર્યા હતા. આ દવા લેવાથી ઘણાને માઈનર સાઈડ ઈફેક્ટ જેવી કે હાથમાં દુખાવો, તાવ, ઠંડી લાગવી, ચક્કર આવવા જેવા જોવા મળે છે. પરંતુ હજુ સુધી કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. આ વેક્સીનના બે ડોઝ હાલમાં આપવામાં આવી રહ્યા છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp