બનાસકાંઠાના પૂર ફરી વળતાં 30,000 હેક્ટર ખેતરો ધોવાય ગયા

PC: khabarchhe.com

બનાસકાંઠા જિલ્લા કલેકટર દિલીપ રાણાએ માહિતી આપતાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં કુલ-૬૧ માનવમૃત્યુ નોંધાયા છે. તેમાંથી ૫૨ કેસોમાં સહાય ચુકવી દેવામાં આવી છે અને બાકીના કિસ્સામાં વારસદારોની ઓળખ કરી ચુકવણું કરવામાં આવશે. જિલ્લામાં કુલ ૪૦૮ ટીમો ધ્વારા ૧૦,૬૯,૨૦૮ અસરગ્રસ્તોને કુલ રૂ. ૫૮.૬૦ કરોડ કેશડોલ સહાય અને ૫,૫૫,૫૩ કુંટુંબોને રૂ. ૩૪.૨૧ કરોડની ઘરવખરી સહાય ચુકવવામાં આવી છે. જિલ્લામાં કુલ-૧૨,૫૦૪ પશુ મૃત્યુ નોંધાયા છે તે પૈકી ૬,૪૨૪ કેસમાં કુલ-૧૪.૬૮ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

તેમણે કહ્યું કે જિલ્‍લાના તમામ ગામો અને શહેરોમાં વીજ પૂરવઠો, એસ.ટી.ની ટ્રીપો નિયમિત રીતે ચાલુ છે. સમગ્ર જિલ્લામાં ૬૯,૨૩૮ રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. પૂરથી અસરગ્રસ્ત તમામ રસ્તાઓ ચાલુ થઇ ગયા છે. ધાનેરા શહેરમાં ૧૭૫૦ દુકાનો અને લારીગલ્લાની વિડીયોગ્રાફી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં કુલ-૯૫૨૧ કાચા-પાકા મકાનોનો નુકશાનીનો સર્વે કરી ૨૭૧ કેસોમાં રૂ.૨૪.૧૯ લાખની સહાય ચુકવી છે. અને શહેરી વિસ્તારમાં કુલ-૧૪૧૨ કાચા-પાકા મકાનો-ઝુંપડાઓનો સર્વે કરી ૧૩૦૧ કેસમાં રૂ.૧૭૩.૫૧ લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે. પાક નુકશાનીના સર્વે માટે ૧૨૭ ટીમો ધ્વારા આજદિન સુધીમાં ૯૪૭ ગામોમાં ૧,૬૫,૩૬૦ ખેડુતોની ૧,૬૭,૩૧૦ હેકટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જમીન ધોવાણ સર્વે કામગીરી અંતર્ગત ૨૨૬ ગામોમાં ૧૮૪૭૯ ખેડુતોની ૩૦૮૨૯.૪૦ હેકટર જમીનની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બનાસકાંઠાના નીચાણવાળા 18 વિસ્તારોના ગામોને નવેસરથી વસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે પાટણ જિલ્લામાં કુલ-૭ માનવમૃત્યુ નોંધાયા છે. તેમાંથી ૪ કેસોમાં સહાય ચુકવી દેવામાં આવી છે. જિલ્લામાં કુલ ૨,૩૯,૦૯૫ અસરગ્રસ્તોને કુલ રૂ. ૧૩.૧૯ કરોડ કેશડોલ સહાય અને ૧૬,૪૫૮ કુંટુંબોને રૂ. ૧૧.૫૨ કરોડની ઘરવખરી સહાય ચુકવવામાં આવી છે. જિલ્લામાં કુલ-૧૪૯૩ પશુ મૃત્યુ નોંધાયા છે તેમાં કુલ-૩૦૫.૮૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. તેમણે કહ્યું કે કાચા-પાકા મકાનો ૩૮૧૯ મકાનોનો સર્વે કરી રૂ. ૨૭૮.૬૬ લાખની સહાય ચુકવવામાં આવી છે. પાટણ જિલ્લામાં વીજ પૂરવઠો અને એસ.ટી.ની તમામ ટ્રીપો નિયમિત રીતે ચાલુ છે. તેમણે કહ્યું કે પાટણ જિલ્લામાં પાક નુકશાન સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આમ સમગ્ર જિલ્લામાં પૂર્વવત સ્થિતિના નિર્માણ માટે તંત્ર ધ્વારા ટીમવર્કથી કામ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp