પાકિસ્તાન મૂળની નીતા સરપંચની ચૂંટણી લડશે, 5 મહિના પહેલા જ મળી ભારતીય નાગરિકતા

PC: news18.com

પાકિસ્તાનથી ભણવા માટે તે પહેલા ભારત આવી, પછી 8 વર્ષ પહેલા જ તે એક પ્રતિષ્ઠિત પરિવારની વહુ બની અને 5 મહિના પહેલા જ આ પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા મળી છે. ભારતીય નાગરિકતાની સાથે આ પાકિસ્તાની મૂળની ભારતીય વહુ સરપંચ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.

અહિ વાત થઈ રહી છે રાજસ્થાનના ટોંક જિલ્લાની નટવાડા ગ્રામ પંચાયતથી સરપંચની ચૂંટણી લડનાર નીતા કંવરની. જે પોતાનો મહેલ છોડીને ચૂંટણી પ્રચારમાં લાગી છે.

નટવાડ઼ા ગામના રસ્તાઓ પર લાંબા ઘૂંઘટની સાથે સરપંચ પદ માટે વોટ માગવા નીતા કંવર નીકળી છે.

8 વર્ષ પહેલા નીતા ગામના 3 વાર સરપંચ રહેલા લક્ષ્મણ કરણના પુત્ર પુણ્ય પ્રતાપ કરણની સાથે વિવાહના બંધનમાં જોડાઈને ગામ આવી હતી.

નીતા મૂળ પાકિસ્તાની હોવાને કારણે 5 મહિના સુધી ગામના લોકો તેને પાકિસ્તાની વહુ કહીને ઓળખતા હતા.

5 મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર 2019માં જ લાંબી કાયદાકીય પ્રક્રિયા પછી નીતાને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ હતી.

ભારતીય નાગરિકતા અને નટવાડ઼ા ગ્રામ પંચાયતમાં મહિલા માટે પણ સરપંચનું પદ આરક્ષિત થતા આ વખતે નીતા ચૂંટણીમાં ઊભી રહી છે.

નીતા કુંવર જ્યાં પણ ચૂંટણી પ્રચાર માટે જાય છે, તે ગ્રામીણોના સારા સ્વાસ્થ્ય અને શિક્ષાને તેની પ્રાથમિકતા જણાવે છે.

ચૂંટણીના મેદાનમાં ઉતરવાનું કારણ નીતા, ગ્રામીણો દ્વારા તેને મળતો સ્નેહ અને તેના સસસા લક્ષ્મણ કરણથી મળેલી પ્રેરણાને બતાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp