પાકિસ્તાન કરી રહ્યું છે પ્રોક્સી વૉરની તૈયારી, 275 આતંકવાદીઓને સરહદ પર ખડક્યા

PC: indiatvnews.com

કાશ્મીર પર ચારે બાજુએથી પછાડાટ ખાધા બાદ પાકિસ્તાને પોતાના જૂના હથિયારો અજમાવવાની શરૂઆત કરી દીધી છે. ગુપ્તચર સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એલઓસી નજીક પાકિસ્તાનના આતંકી છાવણીઓ ફરીથી સક્રિય થઈ ગયા છે. આ સાથે 7 લોંચ પેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે અને 275 આતંકવાદીઓ પણ સક્રિય છે. જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે અફઘાન અને પખ્તુન સૈનિકોને પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને આ પગલું એવા સમયે લીધું છે જ્યારે વૈશ્વિક ટેરર ફંડિંગ પ્રવૃત્તિઓ પર નજર રાખનારી સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ આવતા મહિને પાકિસ્તાનના ભાવિ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેશે.

એક વરિષ્ઠ ગુપ્તચર સ્રોતે કહ્યું કે આશ્ચર્યજનક વાત નથી કે પાકિસ્તાને સીમાપારની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અફઘાનિસ્તાન અને પખ્તુન જેહાદીઓનો ઉપયોગ કર્યો. જો કે, તે સામાન્ય પદ્ધતિથી અલગ છે. 1990 ના દાયકામાં પણ પાકિસ્તાને વિદેશી આતંકવાદીઓને હિંસા ભડકાવવા અને કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે ઉપયોગમાં લીધા હતા.

1990 ના દાયકામાં, પાકિસ્તાને ભારત વિરુદ્ધ સરહદ પર આતંક ફેલાવવા માટે પ્રથમ વિદેશી આતંકવાદીઓનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ભારત સામે ખીણમાં પ્રોક્સી યુદ્ધ કરવાની આ હિલચાલ હતી. ભારતે જ્યારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે સખત કાર્યવાહી કરી ત્યારે પાકિસ્તાને તેની વ્યૂહરચના બદલી હતી. પાકિસ્તાન હવે પંજાબના આદિવાસી સમુદાયો અને પીઓકેને હિંસા માટે કાશ્મીર મોકલી રહ્યું છે.

પાકિસ્તાન સૈન્ય અને આઈએસઆઈ ભારત વિરુદ્ધ કાવતરાં કરવામાં પૂર્ણ જોર લગાવી રહ્યા હોવાના પુરાવા છે. પાકિસ્તાન એલઓસીમાં વધુમાં વધુ સંખ્યામાં આતંકવાદીઓ તૈયાર કરી રહ્યું છે અને લોન્ચ પેડનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આતંકવાદી ઉત્તર કાશ્મીરના ગુરેઝ સેક્ટર દ્વારા ભારતમાં પ્રવેશવાની તૈયારીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp