કચ્છ બોર્ડર પર પાકિસ્તાન 4 સબમરીન તૈનાત કરશે

PC: youtube.com

કચ્છની સંવદનશીલ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા 4 સબમરીન તૈનાત કરવાની ખબર સામે આવી રહી છે. આ માટે પાકિસ્તાને તૈનાતીની શરૂઆત પણ કરી દીધી છે. પાકિસ્તાનની આ હરકતથી ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. પાકિસ્તાનની આ હરકત પર ભારતીય સુરક્ષા બળોની ચાંપતી નજર છે.

રિપોર્ટ મુજબ તુર્કી દ્વારા પાકિસ્તાનને નાના કદની સબમરીન આપવામાં આવશે. ત્યારે આ સબમરીનને પાકિસ્તાન કચ્છની બોર્ડર પર તૈનાત કરશે. પાકિસ્તાન નેવીમાં આ સબમરીન જાન્યુઆરી 2020મા શામેલ કરવામાં આવશે. આમ પણ IMBL અને સરક્રિક પર પાકિસ્તાનની હંમેશાં ખરાબ નજર જ રહી છે, એવામાં કચ્છની બોર્ડર પર સબમરીનની તૈનાતીને હળવાશમાં ભારતીય સુરક્ષા એજન્સી નહીં લે તે પણ પાક્કું છે.

સરક્રિક સહિત કેટલાય દેશો સાથે આપણી જળ સીમા સ્પર્શ કરે છે. ખૂલા સમુદ્રમાં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા હંમેશાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. પાકિસ્તાન આ વિસ્તારોમાં પોતાના પગ જમાવવાની કોશિશ કરી રહ્યું છે. સબમરીનની તૈનાતી આનો જ એક ભાગ છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન દ્વારા તૈનાત થનારી સબમરીન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp