આ શરતે પાકિસ્તાન પોતાનું એરસ્પેસ ખોલવા તૈયાર

PC: theprint.in

બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાને તેનું એર સ્પેસ બંધ કર્યું હતું. જેને પગલે ભારતના વિમાનો બીજા રસ્તે વિમાન ઉડાવવા પડે છે. જોકે પાકિસ્તાને એ મુદ્દે એવી શરત મૂકી છે કે ભારતીય વાયુસેના જ્યાં સુધી તેના મહત્ત્વના એરબેઝ પરથી લડાયક વિમાનોને હટાવી નહીં લે ત્યાં સુધી પાકિસ્તાન ભારત સાથે વ્યાપારિક સંબંધો કે યાત્રી વિમાનો માટે પોતાનું હવાઈક્ષેત્ર નહીં ઉઘાડે. પાકિસ્તાનના સચિવ શાહરૂખ નુસરતે ત્યાંની એક સંસદીય સમિતિને જાણકારી આપી હતી.  

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકવાદી હુમલા પછી બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદી ઠેકાણા પર હુમલા કરીને આતંકવાદીઓનો સફાયો બોલાવ્યો હતો, જેને પગલે પાકિસ્તાને 26 ફેબ્રુઆરીથી પાકિસ્તાને તેનું હવાઈક્ષેત્ર ભારત માટે બંધ કર્યું હતું.

ડૉન ન્યૂઝમાં છપાયેલા સમાચાર મુજબ આ સંદર્ભે પાકિસ્તાનના હવાઈબાબતોના સચિવ નુસરતે ગુરૂવારે જણાવ્યું હતું કે ભારત સરકારે પાકિસ્તાન સાથે સંપર્ક કરીને તેમના એરપોર્ટ્સ ભારત માટે ખુલ્લા મૂકવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ પાકિસ્તાને ભારતને પોતાની ચિંતાથી અવગત કરાવ્યું હતું અને પોતાના મહત્ત્વના એરબેઝ પરથી લડાયક વિમાન હટાવી લેવા અનુરોધ કર્યો હતો.

જોકે ભારતે પાકિસ્તાનની આ માગણીનો હજુ સુધી સ્વીકાર નથી કર્યો અને પોતાના એરબેઝ પરના વિમાન યથાવત રાખ્યા છે. આખરે આ ભારતનો આંતરિક મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાને તેની એરસ્પેસ બંધ કરી છે એટલે ભારત બીજા માર્ગે પોતાના બધા વાણિજ્યિક અને યાત્રી વિમાનો ઉડાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp