26th January selfie contest

શું ભારત જોડોમાં લાગ્યા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા?, કોંગ્રેસે જુઓ શું કહ્યું

PC: khabarchhe.com

મધ્યપ્રદેશના ખરગોનમાં રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' દરમિયાન એક મોટો વિવાદ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે યાત્રા દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ BJP અધ્યક્ષ વીડી શર્માએ એક વીડિયો ટ્વીટ કરીને આવો આરોપ લગાવ્યો છે.

ટ્વીટમાં લખ્યું છે કે 'રાહુલ ગાંધીએ ખરગોન પહોંચેલી ભારત જોડો યાત્રા દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા, એ કોંગ્રેસની દેશને તોડવાની માનસિકતાને ઉજાગર કરી રહી છે, આ માટે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ.'

મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પ્રભારી લોકેન્દ્ર પરાશરે પણ આ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું કે ખરગોનમાં ભારત જોડો યાત્રા દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ દ્વારા તેને ટ્વીટ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને હટાવી દેવામાં આવ્યો, પરંતુ હકીકત તો સામે આવી ચુકી છે કે કોંગ્રેસના દિલમાં શું છે.

ભારત જોડો યાત્રા વિવાદ પર કોંગ્રેસે સ્પષ્ટતા કરી

આના પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કર્યું, 'ભાજપની ગંદી યુક્તિઓ દ્વારા સંપાદિત કરવામાં આવેલ એક વીડિયો ભારે સફળ #BharatJodoYatraને બદનામ કરવા માટે ફેલાવવામાં આવી રહ્યો છે. અમે આ અંગે તાત્કાલિક જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છીએ.'

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના પ્રવક્તા કેકે મિશ્રાએ ભાજપના આરોપોને નકારી કાઢતા કહ્યું, 'અમે યાત્રા દરમિયાન આવા કોઈ નારા સાંભળ્યા નથી.' રાહુલ ગાંધીના સમર્થનમાં હજારો લોકો બહાર આવતા જોઈને BJP હેરાન થઈ ગઈ છે. ઉલટાનું કેકે મિશ્રાએ આરોપ લગાવ્યો કે સંઘ અને ભાજપની વિચારધારાવાળા કોઈને આ ષડયંત્ર માટે રેલીમાં મોકલવામાં આવ્યા હશે.

કેકે મિશ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે, 'ભારત તોડોના જનક ઘૃણાસ્પદ BJPની વિચારધારા રાહુલ ગાંધીની યાત્રાથી ડરી ગઈ છે. લોકેન્દ્ર પરાશર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી સસ્તી રણનીતિ આપણા અડગ લક્ષ્યોને હચમચાવી નહીં શકે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp