બાળકને સમયસર ઇલાજ ન મળતા પિતાના ખોળામાં જ મોત

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં બેદરકારીની મોટી ઘટના સામે આવી છે. અહીં મગજના તાવથી પીડિત એક બાળકને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત થઈ ગયું હતું. પરિવારજનોએ બાળકના મોત બાદ ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ મામલે સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાળકની હાલત ગંભીર હતી. જેના કારણે તેનું મોત થઈ ગયું. કોઈ રીતેની બેદરકારી નથી રાખવામાં આવી. મિશ્રીપુર ગામના રહેવાસી પ્રેમચંદના એક વર્ષીય પુત્ર અનુજને ઘણાં દિવસોથી તાવ આવતો હતો. તાવના કારણે હાલત બગડી તો પરિવારજનો તેને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. ઘણા સમય સુધી બાળકને લઈને તેઓ આમતેમ ભટકાતાં રહ્યા, ત્યારબાદ ઈમરજન્સીમાં લઈને ગયા. બાળકની હાલત ખરાબ હોવાના કારણે ડૉ. વી. કે. શુક્લાએ તપાસ કર્યા બાદ બાળકોના ડૉક્ટર પીએમ યાદવ પાસે મોકલ્યા, પરંતુ ઘણા સમય સુધી સારવાર ન મળવાને કારણે બાળકનું મોત થઈ ગયું હતું.

બાળકનું મોત થઈ જવાથી પરિવારજનોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. પ્રેમચંદે જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરો પર આરોપ લગાવ્યો છે કે તેના બાળકની સારવારમાં બેદરકારી રાખવામાં આવી જેના કારણે બાળકનું મોત થઈ ગયું. અડધો કલાક સુધી હોબાળો મચાવ્યા બાદ આ વાતની જાણકારી CMSને થઈ તો તેમણે પરિવારજનોને સમજાવીને શવ સાથે ઘરે મોકલી દીધા. CMS ડૉ. યુસી ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ‘બાળકની પહેલા જ ઈમરજન્સી સારવાર કરી દેવામાં આવે હતી. મગજનો તાવ હોવાથી ડૉ. પી. એમ. યાદવે પણ જોયું. પ્રાથમિક સારવારમાં જેટલું સંભવ હતું એ બધુ જ કરવામાં આવ્યું પરંતુ, બાળક બચી ન શક્યું. બાળકની સારવારમાં કોઈ રીતની બેદરકારી નથી રાખવામાં આવી.

બાળકના મોતથી દુ:ખી પિતાનું કહેવું છે કે તેના દીકરાને તાવ અને ગળામાં સોજો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકને સ્પર્શ કરવાની પણ ના પાડી દીધી અને કાનપુરમાં કોઈ મોટી હોસ્પિટલમાં લઈને જવા કહ્યું. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું ત્યારબાદ બાળકને ઇમરજન્સી રૂમમાં તપાસ માટે લઈ જવામાં આવ્યું. પ્રેમચંદનું કહેવું છે કે જિલ્લા હોસ્પિટલમાં ઘણા ડૉક્ટરો તેના બાળકની સારવાર કરવા તૈયાર નહોતા. તેઓ કહી રહ્યા હતા કે, બાળકને સારવાર માટે કાનપુર લઈ જાઓ. તેથી તેઓ બહાર પરેશાન થઈને ફરી રહ્યા હતા. ત્યારે કેટલાક મીડિયાવાળા આવી ગયા. ત્યારબાદ ડૉક્ટરોએ બાળકને એડમિટ કર્યું, પરંતુ તરત જ તેનું મોત થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp